મંદિરમાં શ્રીરામ પધાર્યા

  • January 18, 2024 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રામલલ્લાની મૂર્તિ આખરે રામ મંદિર પરિસરમાં પહોંચી ગઈ છે. આ મૂર્તિને આજે ગર્ભગૃહમાં રાખવામાં આવશે. ગઈકાલે રાત્રે રામલલ્લાની મૂર્તિને ક્રેનની મદદથી રામ મંદિર પરિસરની અંદર લઈ જવામાં આવી હતી. જેની કેટલીક તસવીરો પણ સામે આવી છે.

રામલલ્લાના અભિષેક પહેલા તેમની બેઠક પણ તૈયાર કરવામાં આવી છે. રામલલ્લાનું આસન ૩.૪ ફટ ઐંચું છે, જે મકરાણા પથ્થરથી બનેલું છે. આ પહેલા રામ મંદિર પરિસરમાં રામલલ્લાની ઉત્સવ મૂર્તિની યાત્રા કાઢવામાં આવી હતી. આ મૂર્તિને ફલોથી શણગારેલી પાલખીમાં અહીં લાવવામાં આવી હતી.

રામ મંદિરમાં જે મૂર્તિનો અભિષેક થવાનો છે અને જે કાયમ માટે સ્થાપિત થવાની છે તે પરિસરની અંદર પહોંચી ગઈ છે. તેને એક ટ્રકમાં રાખવામાં આવી હતી અને પીળા રેઈનકોટથી ઢાંકીને સુરક્ષા ટુકડી સાથે અંદર લાવવામાં આવી હતી. આ પ્રસંગે મોટી ફોજ હાજર રહી હતી.

રામલલ્લાના અભિષેકના ત્રીજા દિવસની વિધિ આજે બપોરે ૧ વાગ્યે શ થશે. જેમાં ગણેશ અંબિકા પૂજા, બ્રાહ્મણ પૂજા અને વાસ્તુ પૂજા કરવામાં આવશે. આ પહેલા ગઈકાલે સાંજે રામલલ્લાના ગર્ભગૃહમાં યાં રામલલ્લાની સ્થાવર મૂર્તિ સ્થાપિત થવાની છે તે સિંહાસનની પણ પૂજા કરવામાં આવી હતી. મુખ્ય યજમાન ડો.અનિલ મિશ્રાએ પૂજા અર્ચના કરી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહામંત્રી ચંપત રાય, રામ મંદિરના ટ્રસ્ટી વિશ્વેશ તીર્થ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રામલલ્લાની સ્થાવર મૂર્તિને વિવેક સૃષ્ટ્રિ સંકુલમાંથી રામજન્મભૂમિ સંકુલમાં લઈ જવામાં આવી હતી. પીએસીના ૨૦૦ જવાનો, એટીએસની ટીમ અને પોલીસ અધિકારીઓ સુરક્ષામાં જોડાયા હતા. સ્થાવર મૂર્તિને આજે સોનાના સિંહાસન પર બિરાજમાન કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application