વ્યાસપીઠ પર ગૌરાંગભાઇ જોશી બિરાજશે
ઓખાના જાણીતા રધુવંશી વેપારી અગ્રણી પરિવાર દ્વારા તા. ૩૧ મી મે થી શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થશે સવારે ૯ થી ૧૨ અને સાંજે ૫ થી ૮ સુધી વિદ્વાન કથાકાર શ્રી ગૌરાંગભાઈ જોશી (બેટ દ્વારકા વાળા) સંગીતમય અને સુમધુર વાણી દ્વારા કથા શ્રવણ કરાવશે આ માટે તડામાર તૈયારી શરૂ થઇ ગઈ છે.
ઓખા નવી નગરી સ્થિત લોહાણા મહાજન વાડી ખાતે સ્વ. ગોવિંદભાઈ જમનાદાસ મશરૂ સ્વ. સરોજબેન ગોવિંદભાઈ મશરૂ પરિવાર દ્વારા તા. ૬ જુન સુધી ચાલનાર ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમીયાન વિવિધ કથા પ્રસંગોમાં ભાવિકો તરબોળ બને તેવા આયોજન માટે નિલેશભાઈ, નીરેનભાઈ, તથા ચીરાગભાઈ મશરૂ ખાસ કાર્યરત બન્યા છે. સમસ્ત સાધુસમાજ, બ્રહ્મસમાજ, તથા રધુવંશી જ્ઞાતિ માટે મહાપ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે.
તા. ૩૧ મી શુક્રવારે સાંજે ૪ વાગ્યે ઓખાના શ્રી દ્નારકાધીશ મંદિરેથી ભાગવતજીની પોથીપાત્રા નીકળશે, બાદમાં કપિલ પ્રાગ્ટય, કથા પ્રસંગો અનુસાર બીજી જુને નૃર્સિહ પ્રાગ્ટય, તથા વામન જન્મ, ત્રીજી જુને રામ તથા કૃષ્ણ જન્મોત્સવ, નંદભયો, ભકિતમય ઉલ્લાસ સાથે આખું પરિવાર સાથે મળીને ઉજવશે. ચોથી જુને ગોવરધન ઉત્સવ તથા શ્રીનાથજીની ઝાંખી, પાંચમી જુને રૂક્ષમણી વિવાહ, છઠી જુને સુદામ ચરીત્ર તથા પરિક્ષિત મોક્ષ, તથા ઓખાના સમસ્ત સાધુસમાજ અને બ્રહ્મસમાજનુ જ્ઞાતી ભોજન, સાતમી જુને ઓખાના સમસ્ત રધુવંશી જ્ઞાતી ભોજનનું આયોજન પણ કરાયુ છે. આ અલૌકીક સપ્તાહનું શ્રવણ કરવા સમસ્ત મશરૂ પરિવાર દ્વારા ભાવભર્યુ નિમંત્રણ છે. આ કથા youtube ચેનલ shastrigaurangjoshiofficial પર પણ લાઈવ જોવા મળશે,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech