જામનગર ખેતવાણી પરિવાર દ્રારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

  • January 04, 2025 02:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં સિંધી સમાજમાં પ્રથમ વખત રાજલમી બેકરી ગ્રુપ દ્રારા ખેતવાણી પરિવારના પિતૃઓના મોક્ષાર્થે તા.૩૧થી શરુ થયેલી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં ગઇકાલે આજકાલના ધરોહર અને મોભી ધનરાજભાઇ જેઠાણીએ વિશેષ હાજરી આપી હતી, આરતી–પોથી પૂજનની વિધિમાં ભાગ લીધો હતો, આયોજક પરિવાર દ્રારા ભાગવતાચાર્યના હસ્તે ધનરાજભાઇનું વિશેષ સન્માન કરાયું હતું, કથા દરમ્યાન કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવ્યો ત્યારે ભાવ–વિભોર થઇને તેઓ રાસલીલામાં પણ તેઓ તરબોળ થયા હતા, રાજકોટથી ખાસ ભાગવત સાહમાં હાજરી આપવા તેઓ અહીં આવ્યા હોવાથી આયોજક પરિવાર અને સિંધી સમાજના આગેવાનો દ્રારા ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો.
રાજકોટથી કથામાં હાજરી આપવા ખાસ પધારેલા ધનરાજભાઇ જેઠાણીની ભાગવત સાહના આયોજક રાજલમી બેકરીવાળા નરેન્દ્રભાઈ ચંચંલદાસ ખેતવાણી (પપ્પુભાઈ) તથા ઉધવદાસભાઇ ભુગડોમલ, બિહારીભાઇ ખેતવાણી, જીતેન્દ્રભાઇ ખેતવાણી દ્રારા સ્વાગત કરવામાં આવ્યું હતું, તેઓ ત્યાંથી સીધા કથા સ્થળે પહોંચ્યા હતા, બપોરથી લઇને મોડી સાંજ સુધી હાજરી આપી હતી અને કથાના વિવિધ પ્રસંગોમાં ભાગ લઇને ભાવ–વિભોર થયા હતા.
એવું કહેવામાં આવે છે કે, ભાગવત કથા સાંભળીને, વ્યકિતનો આધ્યાત્મિક વિકાસ થાય છે અને તે ભગવાનની ભકિત માટે સમર્પિત થાય છે. હિન્દુ શાો અને પૌરાણિક કથાઓમાં, ભાગવત કથાને સાંભળવાના મહિમાનું વર્ણન પણ છે. ભાગવત સાહનું આયોજન પ્રથમ વખત જામનગરમાં સિંધી સમાજના ખેતવાણી પરિવાર દ્રારા કરવામાં આવ્યું છે.
આ ભાગવત સપ્તાહ માં, આજકલના મોભી શ્રી ધનરાજભાઇ જેઠાણી ખાસ કરીને પરિવારના સભ્યો સાથે, ભકિતનો રસ માણ્યો હતો. તેમના સિવાય, સ્થાનિક આણંદાબાવા ટ્રસ્ટના પરમ પૂય દેવપ્રસાદજી મહારાજએ પણ ભાગવત સાહમાં હાજરી આપી હતી. ભાગવત સાહના ચોથા દિવસે શ્રીકૃષ્ણની જન્મોત્સવની ઉજવણીના સમાપન અને આરતી પછી શ્રી ધનરાજભાઇ જેઠાણી કથા વાચક પ.પૂ. શ્યામભાઇ ઠાકરના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ભાગવત કથા જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સની સામે જામનગર–રાજકોટ રોડ પર સ્થિત સ્ટાર પાર્ટી પ્લોટ પર થઈ રહી છે. તા. ૩૧–૧૨ ૨૦૨૪,મંગળવારથી આ ભાગવત કથા શરૂ થઈ છે, જેનો સોમવાર તા. ૦૬–૦૧–૨૦૨૫ એ સમાપન થશે. સવારે ૯:૩૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી અને બપોરે ૩:૩૦ થી સાંજે ૬:૦૦ વાગે સુધી, કથાનું રસપાન પરમ પૂય ભાગવતાચાર્ય શ્યામભાઇ ઠાકર (પોરબંદર વાલા) દ્રારા કરાવામાં આવે છે. દરરોજ કથાના સમાપન પછી ભોજન–પ્રસાદીનું પણ બંને સમયે આયોજન કરવામાં આવી રહ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો ભાગવત સપ્તાહ સાંભળવા તેમની હાજરી આપી રહ્યા છે, આમ તો આ આયોજન સિંધી સમાજ દ્રારા કરવામાં આવ્યું છે, પરંતુ દરેક સમાજના લોકો તેમાં ભાગ લઈ રહ્યા છે. આ ભાગવત સાહમાં અત્યાર સુધીમાં પોથી યાત્રા, નરસિંહા જન્મ, વામન જન્મ, રામ જન્મ અને કૃષ્ણ જન્મનું આયોજન થયેલ છે, હવે ગોવર્ધન ઉત્સવ અને શ્રી રુક્ષ્મની વિવાહ સાથે કથાનો વિરામ થશે.
ભાગવત સપ્તાહ ના આયોજક રાજલમી બેકરીવાળા નરેન્દ્રભાઈ ચંચંલદાસ ખેતવાણી (પપ્પુભાઈ) એ કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર્રમાં પહેલી વાર સિંધી સાહનું આયોજન તેમના દ્રારા જામનગરમાં કરવામાં આવ્યું છે. તેઓ લાંબા સમયથી સિંધી સમાજ તરફથી ભાગવત સપ્તાહ નું આયોજન કરવાનો વિચાર કરી રહ્યા હતાં, પરંતુ વર્ષ ૨૦૨૪ ના અંતમાં અને વર્ષ ૨૦૨૫ ની શઆતની વચ્ચે તેમની ઇચ્છા પૂરી થઈ છે. આ સમગ્ર ભાગવત સાહની વ્યવસ્થા સંભાળીને અને ખભ્ભેથી ખભો મીલાવીને તેમના મિત્ર રમેશભાઈ ગઢવી, વિજયભાઇ ગઢવી, અમિતભાઇ અનડકટ અને મનોજભાઇ અમલાણી તેમનો સાથ આપી રહ્યા છે. આ લોકો હેઠળની આખી ટીમ આ ભાગવત સાહના આયોજનને સફળ બનાવી રહી છે. નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, આગામી રવિવારે, આણંદાબાવા સંસ્કૃત પાઠશાળાના ૧૨૧ ઋષિ કુમાર આ આયોજનમાં ભાગીદાર બનીને કથાનું પઠન કરશે, તે સમયે આયોજનની ચમક જોવા જેવી હશે.
ભાગવત કથાના ૧૮ હજાર શ્ર્લોકો, ૩૩૫ અધ્યાય અને ૧૨ સ્કંધનું યારે વાંચન થાય છે, ત્યારે એવું માનવામાં આવે છે કે, સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણ ભકતો સમક્ષ તેમની ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે હાજર રહે છે. સાત દિવસની ભાગવત કથાને સઋષિઓના સાત જ્ઞાનના દિવસોનું પ્રતીક માનવામાં આવે છે, આ કથા ૭ લોકોના રહસ્યો અને જીવનના વિવિધ પાસાઓને પ્રતિબિંબિત કરે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application