ધ્રોલ ઠાકોર ચંદ્રસિંહજીની જન્મ જયંતિએ શ્રદ્ધાસુમન

  • September 04, 2023 10:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અગ્રણીઓ દ્વારા પુષ્પાંજલિ: ત્રણ વખત ધારાસભ્ય પદે રહીને કર્યા અનેક લોકસેવાના કાર્ય

ધ્રોલ ઠાકોર  ચંદ્રસિંહજી દિપસિંહજી જાડેજાની જન્મ જયંતી છે ગુજરાતી મહિના અનુસાર શ્રાવણ માસની બોળચોથના રોજ તેમનો જન્મ થયો હતો તેઓ ધર્મપ્રેમી પ્રજા વત્સલ અને શિક્ષણમાં ઊંડો રસ દાખવનાર હતા દારૂબંધીની તેમના સ્ટેટમાં અમલવારી કરનાર પ્રથમ રાજા હતા. આઝાદી બાદ ત્રણ વખત તેઓ ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરેલ જેમાં બે વખત ધ્રોલ મતવિસ્તાર અને એક વખત કાલાવડ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરેલ હતું. ઠાકોર ચંદ્રસિંહજીની જન્મ જયંતિ નિમિત્તે ધ્રોલ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતાં અને તેમના દ્વારા કરવામાં આવેલા લોકાભિમુખ કાર્યોને યાદ કર્યા હતાં.
સતત લોકો માટે વિચારતા અને લોકોના કલ્યાણરૂપી કાર્યોને અમલમાં મુકતા ધારાસભ્યની ત્રણ ટર્મમાં કરેલી લોકો ઉપયોગી કામગીરીને આજે પણ ધ્રોલ અને કાલાવડના લોકો યાદ કરી રહ્યા છે આજકાલ પ્રેસ ધ્રોલના પ્રતિનિધિ રાજભા જાડેજાએ  તેમની જન્મ જયંતી નિમિત્તે તેમના સ્ટેચ્યુને ફુલહાર કરવામાં આવેલ.
ધ્રોલ ખાતે આવેલ હર ધ્રોલ સરકારી હાઈસ્કૂલનું બિલ્ડીંગ બેનમૂન કલાકારીગીરીનું ઉદાહરણ હતું તેના નિર્માણમાં ઠાકોર સાહેબે અંગત રસ લીધો હતો. ક્ધયા કેળવણી માટે પણ તેમને ધ્રોલ સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આગવી છાપ છોડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application