ચાર દિવસના વિરામ બાદ બે દિવસથી શ થયેલી મેઘ કૃપા સતત ચાલુ રહી છે, એમાં ખાસ કરીને આજ સવારે પૂરા થતા ૨૪ કલાક રાજકોટ, જેતપુર, બગસરા, સાવરકુંડલા, હળવદ, વઢવાણ, જેસર, તળાજા, મહત્પવા પંથકમાં એકથી અઢી ઈંચ વરસાદ વરસી જવા પામ્યો છે. સૌરાષ્ટ્ર્ર કચ્છના કુલ ૯૦માંથી ૩૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે.
અમરેલી જિલ્લામાં બગસરા દોઢ ઈંચ, સાવરકુંડલા સવા ઈંચ, યારે રાજકોટ અમરેલી લીલીયા કુકાવાવ ખાંભા રાજુલા ધારી પંથકમાં ઝાપટા સીમાડીને કોણ જ વરસાદ પડી ગયો હતો.
રાજકોટ અને જેતપુરમાં આજે સવાર સુધીમાં એક ઈંચ, યારે જિલ્લાના કોટડા સાંગાણી, જામકંડોરણા પંથકમાં પોણો ઈંચ, ધોરાજી, લોધિકા અને ગોંડલ પંથકમાં ઝાપટા વરસ્યા હતા.
કચ્છમાં રાપરમાં અઢી ઈંચ મુન્દ્રા દોઢેજ અને ગાંધીધામમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.
મોરબી શહેરમાં પાંચ યારે જિલ્લાના હળવદ પંથકમાં દોઢ ઈંચ માળિયા મીયાણા, વાંકાનેર અને ટંકારામાં અડધો ઈંચ વરસાદ પડી જવા પામ્યો છે. સુરેન્દ્રનગર– વઢવાણમાં એક ઈંચ, ધાંગધ્રામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત ભાવનગરમાં પોણો ઈંચ યારે જિલ્લાના જેસર, તળાજા, મહત્પવા અને સિહોરમાં એક થી દોઢ ઉમરાળા ગારીયાધાર અને પાલીતાણા પંથકમાં ઝાપટા વરસ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લામાં કોડીનારમાં ઝાપટા, જામનગરમાં ઝાપટા અને જોડીયા પંથકમાં પણ દેવભૂમિ દ્રારકા ના ખંભાળિયામાં પણ હોય છે અને જૂનાગઢના વિસાવદર પંથકમાં ઝાપટાં પડા હતા. એકંદરે સૌરાષ્ટ્ર્ર કચ્છના ૩૯ તાલુકામાં મેઘરાજાનું આગમન થયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech