શહેરના વિવેકાનંદનગર વિસ્તારમાં રહેતા સોની બિલ્ડરને અહીં નજીમાં હેર ડ્રેસરની દુકાન ધરાવનાર પિતા–પુત્રે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બિલ્ડરના માતા અને ઘરે ઘરકામ કરવા આવનાર મહીલા સફાઇ કરતા હોય દરમિયાન પાણી ઢોળવવા બાબતે દુકાનદાર પિતા–પુત્રે ઝઘડો કરતા સમજાવવા જતા બિલ્ડર યુવાન પર હત્પમલો કર્યેા હતો.
જાણવા મળતી વિગતો મુજબ વિવેકાનંદનગર કિડસ કલબ પ્રી સ્કૂલ રાંદલ વિધાલય રોડ પર રહેતા ફેનીલભાઈ મુકેશભાઈ માંડલિયા (ઉ.વ ૪૧) દ્રારા નોંધાવામાં આવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે હરેશભાઈ બખતરીયા અને શિવમ બખતરીયાના નામ આપ્યા છે.વ્યવસાય બિલ્ડર ફેનિલભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તારીખ ૨૮૨ ના રાત્રીના સાતેક વાગ્યા આસપાસ તેઓ ઘરે હતા ત્યારે તેમના ઘરે તેમના માતા સુધાબેન અને ઘરે કામ કરવા આવનાર ભાનુબેન બંને નીચેનાભાગે સફાઈ કરતા હતા ત્યારે ઘરની સામેના ભાગે ભારત હેરડ્રેસરની દુકાન આવેલી હોય અહીં દુકાને બેસનાર હરેશ બખતરીયા તથા તેના પુત્ર શિવમ બંને ફરિયાદીના માતા તથા ભાનુબેનને કહેવા લાગ્યા હતા કે રોડમાં અમારી બાજુ પાણી આવવું ન જોઈએ તેમ કહેતા દુકાન પાસે જઈ સાવરણો લઇ સાફ કરી દીધું હતું. ત્યારબાદ ફરિયાદીના માતાએ આ બાબતે તેમને વાત કરતા પિતા પુત્ર બનેને સમજાવવા ફરિયાદી તેની દુકાને ગયા હતાં.
આ સમયે ફરિયાદીના માતા અને ભાનુબેન પણ હાજર હોય ત્યારે હરેશભાઈએ કહ્યું હતું કે પાણી તો અહીં આવું ન જોઈએ દરમિયાન શિવમ એકદમ ઉશ્કેરાય ફરિયાદીને ધક્કો માર્યેા બાદમાં પિતા–પુત્ર બને ફરિયાદી સાથે મારામારી કરી હતી અને કહ્યું હતું કે, તને બે દિવસમાં પતાવી નાખીશું તેવી ધમકી આપી હતી. દરમ્યાન અહીં લોકો એકત્ર થતાં આ બંને ચાલ્યા ગયા હતા ત્યાર બાદ શિવમે બેઝબેલનો ધોકો લઈ મારવા દોડયો હતો ફરિયાદી ઘરમાં ચાલ્યા જતા તે પણ જતો રહ્યો હતો. આ બાબતે પ્રથમ પોલીસ કમિશનર કચેરીમાં અરજી આપ્યા બાદ આ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇલોન મસ્કે રાજા-મહારાજાઓને પણ હરાવ્યા, ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ બન્યા, જાણો કેટલી છે સંપત્તિ
November 23, 2024 05:23 PMUPI છેતરપિંડીથી રહો સાવધાન, આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
November 23, 2024 05:18 PMસ્પેસ સ્ટેશનમાં સર્જાઈ મુશ્કેલી, સુનિતા વિલિયમ્સ માટે ખતરો!
November 23, 2024 05:07 PMશિયાળાની ઋતુમાં લગ્નમાં સાડી સાથે ઠંડીથી બચવા પહેરો આ કપડાં જેથી દેખાશે સ્ટાઇલિશ લુક
November 23, 2024 04:58 PMફ્રીજમાં રાખેલા વાસી ભાતને ક્યારેય ફેંકશો નહીં, તે બચાવી શકે છે કેન્સર જેવી બીમારીઓથી
November 23, 2024 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech