સ્વીડનના પબમાં ગોળીબારમાં 2ના મોત, તપાસમાં જોડાઈ પોલીસ

  • September 22, 2023 09:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્વીડનના સેન્ડવીકેનમાં એક પબમાં થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા હતા અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી. પોલીસ પ્રવક્તા મેગ્નસ જોન્સન ક્લારિને સ્વીડિશ ન્યૂઝ એજન્સી ટીટીને જણાવ્યું હતું કે, "અમને શંકા છે કે એક વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો અને અન્ય ત્રણ લોકો અલગ-અલગ કારણોસર ઘટનાસ્થળે હાજર હતા પરંતુ તેમને તેની સાથે કોઈ લેવાદેવા નથી."


સ્ટોકહોમ પોલીસના પ્રવક્તા મેગ્નસ ક્લારિને જણાવ્યું હતું કે ગુરુવારે મોડી રાત્રે પબમાં થયેલા ગોળીબારમાં ઈજાઓ થવાથી 20 વર્ષનો એક વ્યક્તિ અને 70 વર્ષનો બીજો વ્યક્તિ શુક્રવારે મૃત્યુ પામ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે "અમને શંકા છે કે એક વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો અને અન્ય ત્રણ વિવિધ કારણોસર ઘટનાસ્થળે હતા પરંતુ તેમની સાથે કોઈ લેવાદેવા નથી"


હુમલામાં હજુ સુધી નથી કરવામાં આવી કોઈની ધરપકડ

મેગ્નસ જોન્સન ક્લેરિને કહ્યું કે માર્યા ગયેલા લોકોમાંથી એક હુમલાખોરોનું નિશાન હતું. પોલીસે જણાવ્યું કે આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ક્લેરિને કહ્યું કે હજુ એ જાણી શકાયું નથી કે અન્ય બે લોકો પબના કર્મચારીઓ હતા કે અન્ય કોઈ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application