ભારતીય નૌકાદળે ફરી એકવાર ચાંચિયાઓનો સામનો કર્યેા અને ઈરાની માછીમારીના જહાજને બચાવી લીધું. આ સાથે નેવીએ ૨૩ પાકિસ્તાની ક્રૂને પણ સુરક્ષિત રીતે બચાવ્યા હતા. આ સમગ્ર ઓપરેશન ૧૨ કલાકથી વધુ સમય સુધી ચાલ્યું હતું. નેવીનું કહેવું છે કે અમારી નિષ્ણાત ટીમ આ વિસ્તારની તપાસ કરશે, જેથી આ વિસ્તાર માછીમારી અને અન્ય સામાન્ય પ્રવૃત્તિઓ માટે ફરીથી સુરક્ષિત બને. આ જહાજને ચાંચિયાઓએ ગુવારે જ કબજે કરી લીધું હતું, ત્યારબાદ નેવીએ તેમને બચાવવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું.
નૌકાદળ દ્રારા એક અધિકૃત પ્રકાશન અનુસાર, આઈએનએસ સુમેધાએ શુક્રવારે વહેલી સવારે એફવી 'અલ કનબર'ને અટકાવ્યું હતું અને બાદમાં મિસાઇલ ફ્રિગેટ આઈએનએસ ત્રિશુલ ઓપરેશનમાં જોડાયું હતું. ૧૨ કલાકથી વધુ ચાલેલા ઓપરેશન બાદ ચાંચિયાઓને આત્મસમર્પણ કરવાની ફરજ પડી હતી. જહાજમાં નવ જેટલા લૂટારા સવાર હતા.
ઘટના સમયે, ઈરાની જહાજ સોકોત્રાના દક્ષિણ પશ્ચિમમાં ૯૦ નોટીકલ માઈલ દૂર હતું. ભારતીય નૌસેનાએ કહ્યું કે અમે દરિયાઈ સુરક્ષા માટે રાષ્ટ્ર્રીયતાની પરવા કરતા નથી. અમે દરિયાઈ સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ.તાજેતરમાં ૨૩ માર્ચે નેવી ચીફ એડમિરલ આર હરિ કુમારે કહ્યું હતું કે ભારતીય નૌકાદળ સુરક્ષિત હિંદ મહાસાગર ક્ષેત્રને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. છેલ્લા ૧૦૦ દિવસમાં નૌકાદળ દ્રારા હાથ ધરવામાં આવેલા એન્ટી–પાયરસી ઓપરેશન્સને ટાંકીને તેમણે કહ્યું હતું કે અમે દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એન્ટી–પાયરસી, મિસાઈલ વિરોધી અને ડ્રોન વિરોધી ઓપરેશન હાથ ધર્યા છે. અમે ઓપરેશન સંકલ્પ દ્રારા ૪૫ ભારતીયો અને ૬૫ વિદેશી નાગરિકો સહિત ૧૧૦ લોકોના જીવ બચાવ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech