BREAKING NEWS

ધો.૧૦માં મોદી સ્કૂલના વિદ્યાર્થીઓનું ઝળહળતું પરિણામ

  • May 06, 2026 09:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે જાહેર થયેલા ધો.૧૦ બોર્ડ પરિણામમાં પણ પણ મોદી સ્કૂલનો દબદબો રહેલ છે. તેમાં ૯૯.૯૯ પીઆર સાથે સેરઠીયા નેક, પંડયા અભિષેક, ૯૯.૯૮ પીઆર સાથે વિઠલાપરા તીર્થાણી, દવે ઓમ, ઠુંમ્મર દિર્ધા, અઘારા સુજલ ૯૯.૯૭પીઆર સાથે ધુડસિયા જીયા, પ્રજાપતિ અંશુલ, ચૌધરી જીલ, બંધીયા ક્રિયા, બોર્ડ ટોપ ટેનમાં વેગડા ખુશ, પ્રીત વાછાણી, વાસુ સોલંકી, બાગલ કેવીલ, ગઢિયા જય, નમેરા ભવ્ય, ડાંગર આરવ, પાનસુરીયા મિહિર, તળાવીયા હેત્વી, ફુલેત્રા બાર્બી, નવ્યા બોરણીયા, પરમાર શ્રેયા, રાઠોડ જીનલ, તાળા રુદ્ર કુલ ૨૪ વિદ્યાર્થીઓ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ધો. ૧૦ બોર્ડમાં ૪૬૨ વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ, ૧૬૪ વિદ્યાર્થીઓએ ૯૯+ પીઆર અને ૩૧૩ વિદ્યાર્થીઓએ ૧૦૦ માંથી ૧૦૦ બોર્ડ પ્રથમ માર્કસ મેળવેલ છે. તેમાં વિજ્ઞાન વિષયમાં ૨૦૬ ગણિત વિષયમાં ૧૦ સંસ્કૃત વિષયમાં ૪૯ અને સામાજિક વિજ્ઞાન વિષયમાં ૪૮ એમ કુલ ૩૧૩ વિષય પ્રથમ માર્કસ મેળવેલ છે. સમગ્ર ગુજરાત બોર્ડમાં વિષય પ્રથમ તરીકે અંગ્રેજી વિષયમાં દેત્રોજા અનેરીએ ૯૬ માકર્સ તેમજ ગુજરાતી વિષયમાં સેરઠીયા નેક એ ૯૯ માર્ક્સ મેળવી સ્કૂલ પરિવારનું ગૌરવ વધારેલ છે.
ઘો ૧૨ સાયન્સના પરિણામમાં મોદી સ્કૂલનું પરીણામ શ્રેષ્ઠ રહ્યું છે. ઘો ૧૨ સાયન્સ ગુજરાત બોર્ડના જાહેર થયેલ પરિણામમાં શિક્ષક પિતાના સંતાન ડાંગર શૈલેષ ૯૯.૯૯ પીઆર સાથે બોર્ડ પ્રથમ રહ્યા છે તેઓએ ગુજકેટમાં પણ ૯૯.૯૮ પીઆર મેળવેલ છે. આ ઉપરાંત ડોક્ટર પિતાના સંતાન એવા મિહિર પટેલએ ગુજકેટ મા ૧૨૦/૧૨૦ ગુણ મેળવી ૯૯.૯૯ પીઆર મેળવેલ છે. શાળા વિધાર્થી રીપીત વાઘેલાએ ગુજકેટમાં ૧૨૦/૧૨૦ ગુણ મેળવી ૯૯.૯૯ પીઆર મેળવેલ છે. આમ શાળા ૩ - ૩ વિધાર્થીઓ ૯૯.૯૯ પીઆર સાથે બોર્ડ પ્રથમ પણ રહ્યા છે. આ ઉપરાંત શાળાના બોર્ડ ટોપ ટેનમાં ૨૬ વિધાર્થીઓ,
એ૧ ગ્રેડમાં ૬૭ વિધાર્થીઓ જે સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ છે. આ પરિણામે ફરી છે. સાબિત કર્યું છે કે માત્ર જેઈઈ-નીટ જ નહીં પરંતુ બોર્ડ તથા ગુજકેટના પરિણામોમાં પણ મોદી સ્કૂલ ટોચ પર રહી છે. જે શાળાના સાયન્સના પરિણામોની ભવ્યતા દર્શાવે છે.
આજે જ્યારે કોચીંગ કલ્ચરનાં કારણે વિધાર્થીઓ મોબાઈલનાં દુષણ તરફ તથા ડમી સ્કૂલ કલ્ચર તરફ જઇ રહ્યા છે ત્યારે મોદી સ્કૂલીંગ સિસ્ટમે એક સ્કૂલ મોડલનાં માધ્યમથી એનટીએ દ્વારા લેવાતી નેશનલ લેવલની પરીક્ષાઓમાં સમગ્ર દેશમાં ટોચનું સ્થાન હાંસલ કરી સ્કૂલ સિસ્ટમ દ્વારા જેઈઈ (મેઇન્સ + એડવાન્સડ) તથા નીટમાં શ્રેષ્ઠ
પરિણામ આપી શકાય છે, તે સાબિત કર્યુ ગત વર્ષે ૨૦૨૫ લેવાયેલ નીટ
પરિક્ષા, જેનું પેપર પ્રમાણમાં વધુ કઠીન હતું તેવા કઠીન પેપરમાં પણ મોદી સ્કૂલ એ પોતાનો જ રેકોર્ડ જોક કરી મોદી સ્કૂલના ૨૬૯ વિધાર્થીઓને એમબીબીએસમાં પ્રવેશ મેળવેલ જે સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ છે. વર્ષ-૨૦૨૬ના નીટના પરિણામોમાં પણ સ્કૂલ ઉત્કૃષ્ટ પરિણામ માટે કટિબદ્ધ છે.
આવા ઉજજવળ પરિણામો માટે વિધાર્થીઓએ મોદીભાઈ, પારસભાઈ, ધવલભાઈ તથા હિતભાઈનું સચોટ માર્ગદર્શન, નિયમિત ચેપ્ટર ટેસ્ટ, હાફકોર્ષ પ્રિલીમ, ફૂલકોર્ષ પ્રિલીમનું પધ્ધતિસર
આયોજન, મોદી સ્કૂલનાં તજજ્ઞ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલ પેપર તથા કન્ટીન્યુઅસ કાઉન્સેલિંગ તથા મેન્ટોરશીપ થકી મોદી સ્કૂલની સિસ્ટમે નેશનલ લેવલની પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવેલ છે. મોદી સ્કૂલનાં સંસ્થાપક ડો.પીઆર
મોદીએ આ સફળતા અંગે જણાવ્યુંક અમો ૩૮ વર્ષથી સૌરાષ્ટ્રનાં વિધાર્થીઓની શિક્ષણ પધ્ધતિ, ઘરનાં વાતાવરણ, સેમેસ્ટર વાઈઝ પ્રોગ્રેસ મીટીંગ તથા તેઓનાં એજ્યુકેશન કલ્ચરને સમજીએ છીએ. જેના કારણે શ્રેષ્ઠ પરિણામો શક્ય બને છે. હાલમાં નીટ, જઈઈ (મેઈન + એડવાન્સડ ) તથા ફાઉન્ડેશન ધો.૬થી ૧૦ માટે ૧૨ આઈઆઈટીપન્સ, ૬ નીટીયન્સ, ૪ ડોકટર્સ, સાથે કુલ ૯૪થી વધુ ફકલ્ટીની મોટી ટીમ કાર્યરત છે. જેમાનાં ૪૪+ ફેકલ્ટી તો આઉટસ્ટેટનાં છે. ગુજરાત અને આઉટસ્ટેટ ફેકલ્ટીની ટીમ તથા મોદી સ્કૂલ મેનેજમેન્ટની સૌરાષ્ટ્રની સાયન્સનાં વિધાર્થીઓનાં માનસપટને સમજવાની ક્ષમતાના કારણે આવા શ્રેષ્ઠ પરિણામો મોદી સ્કુલ મેળવતી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application