સ્વાભિમાન જ અમારા પ્રાણ છે ઉમરાળા ક્ષત્રિય સમાજ

  • April 02, 2024 06:30 PM 

રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિષે કરવામાં આવેલા અશોભનીય નિવેદન સામે ભાવનગર શહેર સહિત જિલ્લાભરના ક્ષત્રિય સમાજમાં ભરોભાર રોષ ભભુક્યો છે. ત્યારે ઉમરાળા તાલુકા ક્ષત્રિય સમાજ પણ રૂપાલા સામે આકરાપાણીએ થયો છે. જેમાં રેલી રૂપે સમાજના અસંખ્ય લોકો સાથે અગ્રણીઓ દ્વારા સમગ્ર સમાજ વતી તાલુકા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. કે ક્ષત્રિય સમાજના સ્વાભીમાન જ એના પ્રાણ હોય છે. આવા ખુમારી વાળા સમાજની ગરીમાને છાંટા ઉડે તેવી સાવ વાહીયાત વાત પુરષોતમ રુપાલા દ્વારા એક જાહેર સભામાં કરવામાં આવી હતી.જેમાં તેઓ અન્ય સમાજને રાજી કરવા માટે ઇતિહાસને જાણ્યા સમજ્યા વગર રાજા-રજવાડાઓ બેટી અને રોટીના વહેવારો અંગ્રેજો સાથે કરતાં હતા. તે પ્રકારના વાહિયાત અને હિન કક્ષાના શબ્દો વાપરી ગુજરાત સહિત સમગ્ર ભારત વર્ષના ક્ષત્રિય સમાજની લાગણી તેમજ અસ્મિતાને ઠેસ પહોંચાડી છે. તેમ જણાવતા કીર્તિસિંહ ગોહિલે જણાવ્યુ હતુ કે અમારા પૂર્વજોએ હિન્દુ ધર્મ ટકાવી રાખવા જે બલિદાનો આપ્યા તેનું મહત્વ રહ્યું ન હોઈ તેવો એહસાસ પરષોત્તમ રૂપાલાના નિવેદનથી થયેલ છે.આ બાબતે સમગ્ર ગુજરાત તેમજ દરેક તાલુકા અને ગામડે ગામડે આ વાતનો વિરોધ ચાલી રહ્યો છે.

લોકસભા બેઠકના રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ કરેલા નિવેદનને સખ્ત શબ્દોમાં ઉમરાળા તાલુકા રાજપુત સમાજ અને ઉમરાળા તાલુકા રાજપુત કરણી સેના અને યુવા સમાજ દ્વારા વખોડી કાઢવામાં આવ્યો હતો. તેમજ તેમની લોકસભાની ટીકીટ રદ કરવા અને અન્ય જાહેર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ કે અન્ય સમાજ વિશે આવી રીતે જાણ્યા વગરના નિવેદનના કરે તેવી આક્રોશ ભરી રજૂઆત કરવામાં આવી હતી સાથે ક્ષત્રિય સમાજની માંગ સ્વીકારવામાં નહિ આવે તો આગામી રૂપાલાએ તેના માંઠા પરિણામ ભોગવવા પડશે અમારી આ આક્રોશ સાથે ની પરશોતમ ખોડાભાઇ રૂપાલા રાજકોટ લોક સભાના ઉમેદવારના અભદ્ર વાણી વિલાસ વાળા નિવેદન વિરૂદ્ધની રજૂઆતને વડી કચેરી, કલેકટર તેમજ ગુજરાત સરકારને વ્હેલી તકે પહોંચાડી સત્વરે યોગ્ય કરવાની રજૂઆતના અંતે માંગણી કરવામાં આવી હતી. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application