ગોંડલના ચોરડી ગામની સીમમાં ખેડૂત પર શેઢા પાડોશીનો કોદાળી વડે હુમલો

  • September 27, 2024 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલ તાલુકાના ચોરડી ગામની ટીંબા સીમમાં આવેલી વાડીએ ખેડૂતને શેઢા પાડોશીએ કોદાળીના ઉંઘા ઘા ફટકારી તેની પત્નીને આંખમાં ધૂળ નાખી દંપતી અને તેના પુત્રે મળી ઢીકાપાટુ મારમાર્યેા હતો.ખેતરમાં પાઇપ લાઇન નાખવા બાબતે આ બોલાચાલી થયા બાદ આ હત્પમલો કરવામાં આવ્યો હતો.સામાપક્ષે પણ દંપતી સામે મારમાર્યાની ફરિયાદ કરવામાં આવી છે.
ગોંડલ તાલુકાના ચરખડી ગામે રહેતા અને અહીં ચોરડી ગામની સીમમાં ટીંબા વિસ્તાર તરીકે ઓળખાતી સીમમાં ખેતીની જમીન ધરાવનાર ખેડૂત ચંદુભાઈ સામંતભાઈ કંડોલીયા(ઉ.વ ૫૦) દ્રારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ચરખડી ગામે રહેતા દીપક બાબુભાઈ કંડોલિયા, મંજુલાબેન દીપકભાઈ કંડોલીયા અને ભરત બાબુભાઈ કંડોલિયાના નામ આપ્યા છે.
ચંદુભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને ચોરડી ગામની ટીંબા વિસ્તાર તરીકે ઓળખાતી સીમમાં વાડી આવેલી છે. તેની બાજુમાં જ તેમના મોટાભાઈ ભીખુભાઈની જમીન છે જે તેમણે વાવવા માટે દિપક કંડોલીયાને આપી છે. ફરિયાદીના વાડીએ જવાના રસ્તામાં વચ્ચેથી દીપક પાણીની પાઇપલાઇન નાખતો હોય જેથી તેને આ રીતે રસ્તામાં પાણીની પાઈપલાઇન ન નાખવા માટે કહેતા દિપક ફરિયાદી તથા તેમના પત્ની વર્ષાબેન સાથે ઝઘડો કરવા લાગ્યો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો ગાળો આપવાની ના કહેતા દીપકે ઉશ્કેરાય કોદાળીના હાથા વડે ફરિયાદીને પગમાં ઘા ફટકારી દીધા હતાં. તે આંચકી લેતા દિપકની પત્ની મંજુલાએ આવી ફરિયાદીની આંખમાં ધુળ નાખી બાદમાં તેને ઢીકાપાટુનો માર માર્યેા હતો દરમિયાન દિપકનો નાનો ભાઈ ભરત પણ અહીં આવી ગયો હતો અને તે પણ ગાળાગાળી કરવા લાગ્યો હતો તેમજ ફરિયાદીને માર મારવા લાગ્યા હતા બાદમાં આ ત્રણેય શખસો અહીંથી જતા રહ્યા હતા હત્પમલામાં ઘવાયેલા ચંદુભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બાદમાં તેમણે આ ફરિયાદ નોંધાવી છે.
સામાપક્ષે બટુકભાઈ ઉર્ફે દીપકભાઈ બાબુભાઈ કંડોલીયા(ઉ.વ ૩૬ રહે. ચરખડી) દ્રારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ચંદુ સામંતભાઈ કંડોલિયા, વર્ષાબેન ચંદુભાઈના નામ આપ્યા છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમણે શાખ પર ભીખુભાઈ કંડોલીયાની વાડી વાવવા માટે રાખી હોય અહીં પાણીની પાઇપલાઇન નાખવા બાબતે આરોપી દંપતિએ તેમની સાથે ઝઘડો કરી તારા બાપનો રસ્તો નથી તું અહીં રસ્તા ઉપર લાઈન દાટવાનું રહેવા દે તેમ કહી ગાળો આપી ફરિયાદીના હાથમાંથી કોદાળી આંચકી લઈ તેનો ઐંધો ઘા પગના ભાગે માર્યેા હતો તેમજ મૂંઢમાર માર્યેા હોવાનું જણાવ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application