કરીનાનો કુલ સ્વભાવ શર્મિલાને ખુબ પસંદ

  • June 06, 2024 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કરીના કપૂર એની સાસુ શર્મિલા ટાગોરની ખૂબ નજીક છે. સામાન્ય રીતે કરીના કપૂર સાસુ મોમ પાસેથી કોઇને કોઇ રીતે સલાહ લેતી રહેતી હોય છે. જો કે હાલમાં સોશિયલ મિડીયામાં એક વિડીયો સામે આવ્યો છે. આ વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે.જેમાં શર્મિલા ચોખું કહે છે કે કરીના દરેક સ્થિતિમાં શાંત રહે છે અને મને એની આ બાબત ખુબ ગમે છે.



બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ફિલ્મોમાં કામ કરવાની સાથે-સાથે પોતાના ઘર-પરિવારનું હેન્ડલિંગ પણ મસ્ત રીતે કરે છે. આ સિવાય સાસુ મોમ શર્મિલા ટાગોરની પણ ખૂબ નજીક છે. શર્મિલા ટાગોર, કરીના કપૂરને એક ખાસ સલાહ આપતી જોવા મળે છે. આમ, કરીના કપૂર એની એક્ટિંગથી લાખો લોકોના દિલમાં રાજ કરે છે. કરીના કપૂર એની ફેમિલી સાથે બાળકોનું પણ ખૂબ ધ્યાન રાખે છે.



વાયરલ વીડિયોમાં શર્મિલા ટાગોર વહુ કરીના કપૂરના વખાણ કરતી જોવા મળે છે. શર્મિલા ટાગોર કહે છે કે મને તમારી કન્સિસ્ટેન્સી પસંદ છે. મને તારા કોન્ટેક્ટમાં બની રહેવું ખૂબ ગમે છે. હું જાણું છું કે મેં તને કોઇ મેસેજ કર્યો છે તો નિશ્વિત રૂપથી રિપ્લાય કરશે. આમ, જો હું ઘરે જઇ રહું છું તો તમે મને પૂછશો કે હું શું ખાવા ઇચ્છુ છું અને પછી મને જે જોઇએ એ મને મળી જાય છે. આમ તુ દરેક સંબંધોને ખૂબ સારી રીતે સાચવે છે.



શર્મિલા ટાગોરે કરીના કપૂરને આપી આ ખાસ સલાહ
સાસુ મોમે એના વખાણ કર્યા પછી કરીના કપૂરે એમને ધન્યવાદ આપ્યા છે. આ સાથે કરીનાએ સાસુ મોમને પૂછ્યુ કે હું મારા સ્વભાવમાં કેવી રીતે સુધારો લાવી શકો છું? આ જવાબમાં શર્મિલા ટાગોરે કહ્યું કે, હું ઇચ્છુ છે કે તું આવી જ રહે કારણકે તારો સ્વભાવ સારો છે. મેં તને સ્ટાફની સાથે કામ કરતા જોઇ છે. શર્મિલા ટાગોરે કહ્યું કે, કરીના કપૂર એના સ્ટાફ સાથે બહુ શાંત રહે છે, જ્યારે શર્મિલા સહિત અનેક લોકો એવા છે જે જલદી સ્ટ્રેસમાં આવી જાય છે જેના કારણે એમની આસપાસના લોકો વધારે પરેશાન રહે છે.
સૈફ-કરીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર છેલ્લે ક્રૂ મુવીમાં જોવા મળી હતી. આ ફિલ્મ હિટ સાબિત થઇ હતી. હવે એક્ટ્રેસ જલદી રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેનમાં જોવા મળશે. સૈફ અલી ખાનની વાત કરીએ તો એક્ટર લાસ્ટ ટાઇમ ફિલ્મ આદિપુરુષમાં જોવા મળ્યો હતો, જેમાં રાવણની ભૂમિકા નિભાવી હતી. આ દિવસોમાં સૈફ લીખાનની અપકમિંગ ફિલ્મ દેવરા: પાર્ટ એકને લઇને સતત ચર્ચામાં બની રહે છે. આમ, વાત કરવામાં આવે તો કરીના અને સૈફ હંમેશા કોઇને કોઇ રીતે ચર્ચામાં રહેતા હોય છે. આ સાથે કરીના કપૂર સોશિયલ મિડીયામાં પણ એક્ટિવ રહેતી હોય છે. ફેન્સ માટે હંમેશા તસવીરો અને વીડિયો શેર કરતી રહેતી હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application