નવા વર્ષના પ્રથમ દિવસે વોડાફોન આઈડિયા લિમિટેડનો સ્ટોક છ૧૮.૪૨ની ૫૨ સાહની ઐંચી સપાટીએ પહોંચ્યો હતો. સ્ટોકની તેજી પાછળનું કારણ એ અહેવાલો હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર વોડાફોન આઈડિયાનો તેનો ૩૩% હિસ્સો દુનિયાના સૌથી ધનિક વ્યકિત ઈલોન મસ્ક અને તેની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્ટારલિંકને વેચી શકે છે. સેબીએ આ તાજેતરના ડેવલોપમેન્ટ અંગે ભારતની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપની પાસેથી સ્પષ્ટ્રતા માંગી છે. શેરમાં બે સત્રોમાં ભારે ડિલિવરી આધારિત ખરીદી જોવા મળી હતી યારે વોડાફોન આઈડિયા યુચર્સ કોન્ટ્રાકટમાં પોઝિશનમાં બહત્પ ફેરફાર જોવા મળ્યો ન હતો. સોમવારે ટ્રેડિંગના અંતે વોડાફોન આઈડિયાનો શેર ૫.૯૪% વધીને . ૧૬.૯૫ પર બધં થયો હતો.
છેલ્લા બે ટ્રેડિંગ દિવસોમાં સ્ટોક ૨૮.૩% વધ્યો છે. તે ૨૮ ડિસેમ્બરે છ૧૩.૨૫ થી વધીને ૧ જાન્યુઆરીએ છ૧૭ પર પહોંચ્યો હતો યારે શેર સોમવારે છ૧૮.૪૨ ની ઈન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો હતો. તે એનએસઈ પર છ૩,૦૯૫.૬ કરોડના ટ્રેડેડ વેલ્યુ સાથે ટોપ ટ્રેડેડ સ્ટોક હતો. આ સ્થિતિ ભેલ અને યસ બેંક જેવી દિગ્ગજ કંપનીઓ કરતાં આગળ હતી.
ઉચ્ચ માંગને કારણે શુક્રવારે સ્ટોક ૨૧% વધ્યો હતો. શેરમાં બે સત્રોમાં ૬૭૧ મિલિયન શેરની ડિલિવરી જોવા મળી હતી. શુક્રવારે વોડાફોનના ૪૦૭ મિલિયન શેરની ડિલિવરી કરવામાં આવી હતી. આટલું બધું એક વર્ષમાં જોવા મળ્યું નથી. સોમવારે ૨૬૪ મિલિયન શેરની ડિલિવરી કરવામાં આવી હતી.
સ્ટારલિંકે સેટેલાઇટ સેવાઓ લાયસન્સ દ્રારા વૈશ્વિક મોબાઇલ પર્સનલ કોમ્યુનિકેશન્સ માટે અરજી કરી છે જે ટૂંક સમયમાં મંજૂર થઈ શકે છે. વોડાફોન આઈડિયાએ લાયસન્સ માટે અરજી કરી નથી, જે બ્રોડબેન્ડ સેવાઓ પ્રદાન કરવા માટે ઉપગ્રહોનો ઉપયોગ કરવા માટે એન્ટિટીને સક્ષમ કરશે. ટેલિકોમ્યુનિકેશન એકટ સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓ ઓફર કરવા માટે સ્પેકટ્રમની વહીવટી ફાળવણીને મંજૂરી આપે છે.
ટ્રેડ ડેટા કેશ સેગમેન્ટમાં ઉત્સાહ અને વાયદાની પ્રવૃત્તિ વચ્ચેનું વિશાળ અંતર સૂચવે છે. શુક્રવારે વોડાફોન સ્ટોકમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં, યુચર્સ કોન્ટ્રાકટસ માટે ઓપન ઇન્ટરેસ્ટ ૦.૪૩% ઘટો હતો. એ જ રીતે, સોમવારે રોકડ સેગમેન્ટમાં સતત ખરીદી હોવા છતાં, ઓપન ઈન્ટરેસ્ટમાં માત્ર ૨.૩૯% વધારાનો ઘટાડો થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech