વિશ્વના અગ્રણી રોકાણકાર વોરેન બફેટની કંપની બર્કશાયર હેથવેના શેરમાં વિચિત્ર રીતે ૯૯ ટકાનો ઘટાડો થયો હતો. આ આશ્ચર્યજનક પતન સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું. બર્કશાયર હેથવેના શેરમાં થયેલા આ મોટા ઘટાડાથી ન્યૂયોર્ક સ્ટોક એકસચેન્જ પણ આશ્ચર્યચકિત થઈ ગયું હતું. સ્ટોક એકસચેન્જે તાત્કાલિક પગલાં લીધા અને કંપનીના શેરનું ટ્રેડિંગ બધં કરી દીધું. પાછળથી ખબર પડી કે આ ઘટાડો ટેકનિકલ કારણોસર થયો છે. જો કે, સ્ટોક એકસચેન્જે આ સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે અને હવે બર્કશાયર હેથવે સ્ટોકનું ટ્રેડિંગ ફરી શ થયું છે.
વોરન બફેટ બર્કશાયર હેથવેમાં ૩૮ ટકા હિસ્સો ધરાવે છે. સીએનબીસી ટીવી ૧૮ના રિપોર્ટ અનુસાર કંપનીના શેરમાં આ સમસ્યા સોમવારે દેખાવા લાગી. થોડા જ સમયમાં કંપનીના શેરનું મૂલ્ય ૯૯ ટકા ઘટીને લગભગ શૂન્ય સુધી પહોંચવાનું હતું. ન્યૂયોર્ક સ્ટોક એકસચેન્જે તરત જ તેમનું ટ્રેડિંગ બધં કરી દીધું અને તપાસ શ કરી. રિપોર્ટ અનુસાર, આ પ્રકારની ટેકનિકલ ખામી એક સાહમાં બીજી વખત બની છે. બર્કશાયર હેથવે ઉપરાંત બેરિક ગોલ્ડ અને નુસ્કેલ પાવરના શેરોએ પણ સમાન સમસ્યાઓનો સામનો કરવો પડો હતો. આ શેરોનું ટ્રેડિંગ પણ ફરી શ કરવામાં આવ્યું છે.
વોરેન બફેટની માલિકીનો બર્કશાયર હેથવેનો વ્યવસાય મિલકત, વીમો, ઊર્જા, નૂર રેલ પરિવહન, નાણા, ઉત્પાદન અને છૂટક ક્ષેત્રો સાથે સંબંધિત છે. આ કંપનીની સ્થાપના ૧૯૩૯માં થઈ હતી. અનુભવી રોકાણકાર વોરેન બફેટે ૧૯૬૫માં બર્કશાયર હેથવેને ખરીધો હતો.બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેકસ અનુસાર, વોરેન બફેટની કુલ સંપત્તિ ૧૩૮ બિલિયન છે. તે અબજોપતિઓની યાદીમાં ૯મા નંબર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં તેની નેટવર્થ ૧.૧૧ બિલિયન વધી છે. વોરન બફે પણ આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા અબજોપતિઓમાં સામેલ છે. આ વર્ષે તેમની સંપત્તિમાં ૧૮.૪ અબજ ડોલરનો વધારો થયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech