એલસીડ ઇન્વેસ્ટમેન્ટસએ એક જ દિવસમાં આપ્યું ૬૬,૯૨,૫૩૫ ટકા વળતર: દેશનો સૌથી મોંઘો સ્ટોક હોવાનો તાજ એમઆરએફ પાસેથી છીનવાયો
દેશનો સૌથી મોંઘો સ્ટોક હોવાનો તાજ એમઆરએફ પાસેથી છીનવાઈ ગયો છે. હાલમાં એમઆરએફ ના શેરની કિંમત . ૧,૨૨,૩૪૫.૬૦ છે. એલસીડ ઇન્વેસ્ટમેન્ટસના શેરમાં માત્ર એક જ દિવસમાં ૬૬,૯૨,૫૩૫ ટકાનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સ્મોલકેપ સ્ટોક એલસીડ ઇન્વેસ્ટમેન્ટસના શેરનો ભાવ એક જ દિવસમાં . ૩.૫૩ થી વધીને . ૨૩૬,૨૫૦ થયો હતો.
એલસીડ ઇન્વેસ્ટમેન્ટસએ તેના સ્ટોકની કિંમત શોધવા માટે ખાસ હરાજી હાથ ધરી હતી. કંપનીની હાઈ બુક વેલ્યુને ધ્યાનમાં લેતાં એક જ દિવસમાં કંપનીના શેરની કિંમત . ૩.૫૩ થી વધીને . ૨,૩૬,૨૫૦ થઈ ગઈ છે. આ રીતે કંપનીનો સ્ટોક હવે દેશનો સૌથી મોંઘો સ્ટોક બની ગયો છે.
એલસીડ ઇન્વેસ્ટમેન્ટસએ ભારતીય શેરબજારના તમામ રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો છે. ગઈકાલ સુધી ભાગ્યે જ કોઈએ એલસીડ ઈન્વેસ્ટમેન્ટસનું નામ સાંભળ્યું હશે. પરંતુ, એક જ દિવસમાં ૬૬,૯૨,૫૩૫ ટકાના અસંભવ ઉછાળા સાથે, એલસીડ ઇન્વેસ્ટમેન્ટસ હવે ભારતમાં સૌથી મોંઘો સ્ટોક બની ગયો છે. દેશના શેરબજારમાં આટલો ઝડપી ઉછાળો સાંભળવામાં આવ્યો નથી. આ ઉછાળો ૨૦૨૧ના ક્રિપ્ટોમેનિયાની યાદ અપાવે છે, યારે ઘણી ક્રિપ્ટોકરન્સી થોડા દિવસોમાં અચાનક આસમાને પહોંચી ગઈ હતી.
ગઈકાલે સ્ટોક એકસચેન્જ બીએસઈ અને એનએસઈ દ્રારા હાથ ધરવામાં આવેલી રોકાણ હોલ્ડિંગ કંપનીઓમાં પ્રાઇસ ડિસ્કવરી માટે ખાસ કોલ ઓકશનના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. તેના કારણે જ કંપનીના શેરને આ નવો ભાવ મળ્યો છે.
૨૦૧૧ થી અત્યાર સુધી શેરની કિંમત ૨ થી ૩ પિયાની વચ્ચે હતી. પરંતુ, આ સમયગાળા દરમિયાન એલસીડની બુક વેલ્યુ ૫,૮૫,૨૨૫ પિયા રહી. આ કારણે હાલના શેરધારકો કંપનીના શેર વેચવા માંગતા ન હતા. આ જ કારણ છે કે લાંબા સમયથી કંપનીના શેરમાં કોઈ ટ્રેડિંગ થયું ન હતું.
હોલ્ડિંગ કંપનીઓના વર્તમાન બજાર મૂલ્ય અને બુક વેલ્યુ વચ્ચેના તફાવતને ઘટાડવા માટે, સેબીએ સ્ટોક એકસચેન્જોને તેમની બુક વેલ્યુની તુલનામાં ભારે ડિસ્કાઉન્ટ પર હોલ્ડિંગ કંપનીઓ માટે ખાસ હરાજી સત્ર કરવા જણાવ્યું હતું. કારણ કે, લિસ્ટેડ ઈન્વેસ્ટમેન્ટ કંપનીઓ અને ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ કંપનીઓ ઘણી વાર અને તેમની બુક વેલ્યુ કરતાં ઘણી ઓછી કિંમતે ટ્રેડ થઈ રહી હતી.
એલસીડ ઇન્વેસ્ટમેન્ટસ એશિયન પેઇન્ટસમાં ૧.૨૮ ટકા હિસ્સો ધરાવે છે, જેનો હિસ્સો . ૩,૬૧૬ કરોડનો છે, જે એલસીડના કુલ માર્કેટ કેપના ૮૦ ટકા છે. કંપનીની કુલ બજાર મૂડી . ૪,૭૨૫ કરોડ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાંડ અને ગોળ એક જ વસ્તુમાંથી બને છે, તો ખાંડ સ્વાસ્થ્ય માટે જોખમી અને ગોળ ફાયદાકારક એવું કેમ
November 22, 2024 04:44 PMજાણો ક્યા દેશના લોકો સૌથી વધુ ઊંઘે છે; વિશ્વમાં ભારત ક્યા નંબર પર?
November 22, 2024 04:29 PMએલોવેરામાં આ વસ્તુઓ મિક્સ કરીને વાળમાં લગાવાથી શિયાળામાં ડેન્ડ્રફથી મળશે છુટકારો
November 22, 2024 04:27 PMપ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાની હાલત પાતળી, ભારત પાસે 83 રનની લીડ
November 22, 2024 04:23 PMમનીષ સિસોદિયાએ જામીનની શરતોમાં માંગી છૂટછાટ, સુપ્રીમ કોર્ટે CBI અને ED પાસેથી માંગ્યો જવાબ
November 22, 2024 04:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech