શેરબજારમાં ગત સાહે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને સેન્સેકસ–નિટીએ લગભગ દરરોજ નવો રેકોર્ડ બનાવ્યા હતા, પરંતુ આ સાહના પહેલા દિવસે સોમવારે અચાનક જ બજારની ગતિમાં બ્રેક લાગી ગઈ હતી અને બંને ઈન્ડેકસ તૂટા છે. માર્કેટ ખુલતાની સાથે જ યાં એક તરફ બોમ્બે સ્ટોક એકસચેન્જના ૩૦ શેરવાળા સેન્સેકસમાં ૧૨૦૦ અંકથી વધુનો ઘટાડો નોંધાયો હતો, તો બીજી તરફ નેશનલ સ્ટોક એકસચેન્જના નિટીમાં પણ ૩૪૭ પોઈન્ટનો કડાકો થયો છે.
આ દરમ્યાન સાહના પ્રથમ ટ્રેડિંગ દિવસ સોમવારે શેર માર્કેટના બંન્ને ઈન્ડેકસ સેન્સેકસ અને નિટી ખુલતાની સાથે જ તૂટો હતો. સેન્સેકસે પોતાના પાછલા બધં ૮૫,૫૭૧ની તુલનામાં ઘટાડાની સાથે ૮૫,૨૦૮ના સ્તરે ટ્રેડિંગ શ કયુ અને થોડાવારમાં તે ૭૪૪.૯૯ અંકના નજીક ઘટીને ૮૪,૮૨૪.૮૬ના સ્તર પર આવી ગયો હતો. સેન્સેકસની જેમ જ નિટી પણ ખરાબ રીતે ઘટીને ૨૬,૦૬૧ પર ખુલ્યો અને ૨૧૧.૭૫ અકં તુટીને ૨૫,૯૬૭.૨૦ના સ્તર પર પહોંચી ગયો હતો.
આ ઘટાડો બપોરે ૧:૩૦ કલાક સુધી વધુ વધ્યો હતો. આ સમયગાળા દરમિયાન સેન્સેકસ ૧૨૦૪.૯૮ પોઈન્ટથી વધુ ઘટીને ૮૪,૩૬૬.૮૭ના સ્તરે પહોંચ્યો હતો. નિટી ૩૪૭.૫૫ પોઈન્ટથી વધુ ઘટીને ૨૫,૮૩૧.૪૦ના સ્તરે આવી ગયો હતો. ત્યારે હાલ સેન્સેકસ ૧,૨૬૬.૧૬ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪,૩૧૨.૬૦ના સ્ચરે ટ્રેડિંગ કરી રહ્યો છે. યારે નિટી ૩૬૬.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫.૮૧૨.૬૫ અકં પર ટ્રેડિંગ કરી રહ્યું છે.
શેરબજારમાં શઆતના ટ્રેડિંગ દરમિયાન બીએસઈ પર લિસ્ટેડ ટોપ–૩૦ લાર્જ–કેપ કંપનીઓમાંથી ૨૩ કંપનીઓના શેર લાલ નિશાન પર ટ્રેડ થઈ રહ્યા હતા. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો હતો. સમાચાર લખાય છે ત્યાં સુધી તે લગભગ ૩ ટકાના ઘટાડા પછી ૨૯૭૧ પિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સિવાય આઈસીઆઈસીઆઈ બેન્કનો શેર ૨.૩૬ ટકા ઘટીને . ૧૨૭૫ અને એકિસસ બેન્કનો શેર ૨.૨૯ ટકા ઘટીને . ૧૨૪૩ પર આવી ગયો હતો. યારે ટાટા ગ્રુપની કંપની ટાટા મોટર્સનો શેર ૧.૫૦ ટકા ઘટીને . ૯૭૫ થયો હતો.
સમાચાર લખાય છે ત્યાં સુધી, બીએસઈ મિડકેપ ૧૪૬.૮૫ પોઈન્ટ ઘટીને ૪૯,૩૪૩ ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ કેટેગરીમાં સૌથી વધુ ઘટેલા શેર વિશે વાત કરીએ તો, ફોનિકસ લિમિટેડનો શેર ૫.૯૩ ટકા ઘટીને . ૧૭૭૩.૦૫ પર ટ્રેડ થઈ રહ્યો હતો, આ સિવાય ભારતી હેકસાકોમનો શેર ૩.૪૬ ટકા ઘટીને . ૧૪૪૯.૯૫ પર આવ્યો હતો. ભેલનો શેર પણ ખરાબ રીતે ઘટો અને ૩.૪૪ ટકા ઘટીને . ૨૭૭.૭૫ થયો, યારે મેકસહેલ્થ સ્ટોક ૨.૪૮ ટકા ઘટીને . ૯૭૦.૬૫ પર ટ્રેડ કરી રહ્યો હતો.
બીજી તરફ, જો આપણે સ્મોલકેપ કેટેગરીમાં જોઈએ તો, કામોપેઈન્ટસ શેરમાં સાહના પ્રથમ દિવસે સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને બજાર ખુલતાની સાથે જ તે ૨૦ ટકા ઘટીને ૩૭.૩૨ પિયા થઈ ગયો હતો. આ ઉપરાંત આરઈએલટીડી શેર પણ ૪.૯૯ ટકા ઘટીને . ૧૩૯.૦૪ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ભારતીય શેરબજારમાં આ મોટા ઘટાડાનાં સંકેતો પહેલેથી જ લગાડવામાં આવી રહ્યા હતાં. વાસ્તવમાં, જાપાનના કારણે વૈશ્વિક સૂચકાંકો સુસ્ત દેખાઈ રહ્યા હતા અને યારે બજાર ખુલ્યું ત્યારે તેની અસર સ્પષ્ટ્ર દેખાઈ રહી હતી. જો વૈશ્વિક બજારની વાત કરીએ તો જાપાનના શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો અને નિક્કી ઇન્ડેકસ ૪ ટકા ઘટો હતો. જાપાનના શેરબજારમાં ઘટાડા પાછળ ચાલી રહેલી રાજકીય ઉથલપાથલની મોટી ભૂમિકા ગણી શકાય. હકીકતમાં, જાપાનના શાસક લિબરલ ડેમોક્રેટસે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન શિગે ઇશિબાને આગામી વડા પ્રધાન (જાપાન નવા પીએમ) તરીકે ચૂંટા છે, તેઓ વર્તમાન વડા પ્રધાન યુમિયો કિશિદાનું સ્થાન લેશે, જેમણે રાજીનામું આપ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMશ્રી દ્વારકાધીશ જગત મંદિરના પ્રસાદની ગુણવતા મુદ્દે મંદિરના પૂજારી પ્રમુખ સાથે ખાસ વાત ચિત્ત
December 24, 2024 07:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech