શરદ પૂર્ણિમા ક્યારે 16 કે 17 ઓક્ટોબર, જાણો શુભ તિથિ અને પૂજા મુહૂર્ત

  • October 11, 2024 01:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હિંદુ ધર્મમાં શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. દર વર્ષે અશ્વિન માસના શુક્લ પક્ષની ચતુર્દશીના દિવસે શરદ પૂર્ણિમાનું વ્રત કરવામાં આવે છે. આ દિવસે ધનની દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે. હિંદુ ધર્મમાં શરદ પૂર્ણિમાની રાત ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ રાત્રે ચંદ્ર સંપૂર્ણ રીતે ચમકે છે, એટલે કે ચંદ્ર 16 ચરણથી ભરેલો હોય છે. આ દિવસે વ્રત રાખવાથી વ્યક્તિ સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે. સાથે જ વ્યક્તિને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.


શરદ પૂર્ણિમા તિથિ

પંચાંગ અનુસાર અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 16 ઓક્ટોબર બુધવારે રાત્રે 08:41 કલાકે શરૂ થશે. તે બીજા દિવસે ગુરુવાર, 17 ઓક્ટોબરે સાંજે 04:53 કલાકે સમાપ્ત થશે. ત્યારે શરદ પૂર્ણિમાનો તહેવાર 16 ઓક્ટોબરે જ ઉજવવામાં આવશે. આ દિવસે સાંજે 05:04 કલાકે ચંદ્રોદય થશે.


શરદ પૂર્ણિમા પૂજા મુહૂર્ત

શરદ પૂર્ણિમાના દિવસે સાંજે 5.05 કલાકે ચંદ્રોદય થશે. શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણોમાં ખુલ્લા આકાશ નીચે દૂધ પૌવારાખવામાં આવે છે. આ વર્ષે શરદ પૂર્ણિમાના દિવસે દૂધ પૌવા રાખવાનો સમય રાત્રે 08.40 વાગ્યાનો છે. આ સમયથી શરદ પૂર્ણિમાના ચંદ્રમા 16 કલાઓથી સજ્જ થઈને સમગ્ર વિશ્વમાં પોતાના કિરણો ફેલાવશે. પૂજા પછી દૂધ પૌવાને ખુલ્લા આકાશમાં રાખી શકાય છે.


શરદ પૂર્ણિમા પૂજાવિધિ

  • શરદ પૂર્ણિમાની સાંજે સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો.
  • ઘર સાફ કરો અને ઘીનો દીવો કરો.
  • એક દીવો પ્રગટાવો અને મા લક્ષ્મીની મૂર્તિની સામે ધૂપ કરો.
  • ચાંદનીની રાત્રે દૂધ પૌવા બનાવો અને દેવી લક્ષ્મીને અર્પણ કરો.
  • ચંદ્રને જળ અર્પણ કરો.
  • દેવી લક્ષ્મીના મંત્રોનો જાપ કરો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application