જામનગર જિલ્લાની વિવિધ વિધાનસભાની બેઠકોમાં શહેર-જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા: મહિલાઓનું કરાયું સન્માન
જામનગર જિલ્લા ભાજપ દ્વારા તાલુકા કક્ષાએ શક્તિવંદના સન્માન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વિધાનસભાની બેઠકોમાં શહેર-જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓનું અકદેરું સન્માન કરવામાં આવ્યું હતું, આ બેઠકોમાં ૭૬-કાલાવડ, ૭૭-જામનગર (ગ્રામ્ય) અને ૮૦-જામજોધપુર વિધાનસભા બેઠકનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તાલુકા કક્ષાએ કાર્યરત શક્તિમંડળ, વિવિધ એનજીઓ, મંડળ મોરચાના બહેનો દ્વારા કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં લઇને સન્માન કરવામાં આવ્યું હતું.
***
૭૬-કાલાવડ વિધાનસભા
જામનગર જિલ્લા ખાતે ૭૬-કાલાવડ વિધાનસભાનો શક્તિવંદના સન્માન કાર્યક્રમ તા. ૧૫/૦ર/ર૦ર૪ ના રોજ ધ્રોલ ખાતેના મેઘજીભાઈ ચાવડાના કાર્યાલય પર યોજાયો હતો, જેમાં પ્રદેશ ભાજપ તથા જામનગર જિલ્લા ભાજપનાં હોદેદારો, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાનાં સદસ્યો, મંડળ મોરચાના બહેનો, સીઆરપી/વીઓ, સખી મંડળ તથા વિવિધ એનજીઓ સાથે સંકળાયેલી બહેનો તેમજ કાર્યકર્તા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને એમનું સન્માન પર કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમનું સંચાલન મનીષાબેન દાણીધારીયા દ્વારા કરવામાં આવેલ હતું. આ તકે પ્રભારી ફાલ્ગુનીબેન વ્યાસ, પ્રમુખ કાજલબેન સંઘાણી, વિધાનસભા પ્રભારી ગાન્ડુભાઈ ડાંગરિયા, કાર્યક્રમ સંયોજક અશોકસિંહ જાડેજા, સહસંયોજક ગોમતીબેન ચાવડા, મહામંત્રી ધરતી મજીઠીયા વગેરે જોડાયા હતા.
***
૭૭-જામનગર (ગ્રામ્ય) વિધાનસભા
જામનગર જિલ્લા ખાતે ૭૭-જામનગર (ગ્રામ્ય) વિધાનસભાનો શક્તિવંદના સનમાન કાર્યક્રમ તા. ૧૪/૦ર/ર૦ર૪ ના રોજ અટલ ભવન, જિલ્લા ભાજપ કાર્યાલય પર યોજાયો હતો. જેમાં પ્રદેશ ભાજપ તથા જામનગર જિલ્લા ભાજપનાં હોદેદારો, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાનાં સદસ્યો, મંડળ મોરચાના બહેનો, સીઆરપી/વીઓ, સખી મંડળ તથા વિવિધ એનજીઓ સાથે સંકળાયેલી બહેનો તેમજ કાર્યકર્તા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને એમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમનું સંચાલન ગીતાબેન નકુમ તથા મનીષાબેન દાણીધારીયા દ્વારા કરવામાં આવેલ હતું. આ પ્રસંગે પ્રભારી ફાલ્ગુનીબેન વ્યાસ, પ્રમુખ કાજલબેન સંઘાણી, વિધાનસભા પ્રભારી નાથાભાઈ વારસાકીયા, કાર્યક્રમ સંયોજક કાંતિલાલ દુધાગરા, સહસંયોજક રેખાબેન વ્યાસ, મહામંત્રી ધરતી મજીઠીયા વગેરે જોડાયા હતા.
***
૮૦-જામજોધપુર વિધાનસભા
જામનગર જિલ્લા ખાતે ૭૬ વિધાનસભાનો શક્તિવંદન સન્માન કાર્યક્રમ ભાજપ કાર્યાલય પર યોજાયો હતો, જેમાં પ્રદેશ ભાજપ તથા જામનગર જિલ્લા ભાજપનાં હોદેદારો, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાનાં સદસ્યો, મંડળ મોરચાના બહેનો, સીઆરપી/વીઓ, સખી મંડળ તથા વિવિધ એનજીઓ સાથે સંકળાયેલી બહેનો તેમજ કાર્યકર્તા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને એમનું સન્માન પણ કરાયું હતું. આ કાર્યક્રમનું સંચાલન હેપીબેન ભાલોડીયા તથા પ્રતિમાબેન જાની દ્વારા કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમનું સંચાલન મનીષાબેન દાણીધારીયા તથા ચેતનાબેન નિમાવત હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રભારી ફાલ્ગુનીબેન વ્યાસ, પ્રમુખ કાજલબેન સંઘાણી, વિધાનસભા પ્રભારી ખુશાલભાઈ જાવીયા, કાર્યક્રમ સંયોજક હેપીબેન ભાલોડીયા, સહસંયોજક ગોમતીબેન ચાવડા, મહામંત્રી ધરતી મજીઠીયા વગેરે જોડાયા હતા, તેમ મીડીયા સેલના ક્ધવીનર નરેન્દ્રસિંહ પરમાર તથા સહક્ધવીનર બાવનજીભાઈ સંઘાણીની અખબારી યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech