સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના અર્થશાક્ર ભવનના અધ્યાપક ડોકટર સંજય પંડા સામે જાતીય સતામણીની અને ચોક્કસ જ્ઞાતિના વિધાર્થીઓને વધુ માર્કસ આપવાની પાંચ વિધાર્થીનીઓના નામે કરાયેલી અરજી ખોટી હોવાનો અહેવાલ આ સંદર્ભે રચાયેલી તપાસ સમિતિ દ્રારા રજૂ કરવામાં આવેલ છે.
અર્થશાક્ર ભવનના અધ્યાપક દ્રારા આ સંદર્ભે રજૂ કરવામાં આવેલા અહેવાલમાં જણાવ્યા મુજબ લેખિત ફરિયાદ કરનાર બહેનોના નામ સિવાય તેઓના રહેઠાણ, સંપર્ક નંબર અભ્યાસનું સ્થળ જેવી કોઈ બાબતનો ઉલ્લેખ નથી અને એક જ વ્યકિતએ બધી જ સહી કરી હોય તેવું લાગે છે. ફરિયાદમાં જે બહેનોના નામ આપવામાં આવેલ છે તેવી એક પણ વિધાર્થીની વર્ષ ૨૦૧૬ પછી ભવનના રેકોર્ડ પર નોંધાયેલી નથી તેવું પણ આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. ચોક્કસ જ્ઞાતિના વિધાર્થીઓને વધુ માર્કસ આપવાના મામલે એવું તારણ રજૂ કરવામાં આવ્યું છે કે પરીક્ષા મૂલ્યાંકનમાં વિધાર્થીઓની ઓળખ સ્પષ્ટ્ર ન થઈ શકે એવી વ્યવસ્થા છે અને તેથી આ આક્ષેપ પણ ખોટો હોય તેવું લાગે છે. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના અર્થશાક્ર ભવનના અધ્યાપકનો આ મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યા પછી તે ગુજરાત રાય મહિલા આયોગને સોંપવામાં આવ્યો હતો. મહિલા આયોગે યુનિવર્સિટી પાસેથી અહેવાલ માંગ્યો હતો અને તપાસ પછી આ અહેવાલ ગુજરાત રાય મહિલા આયોગને પણ મોકલવામાં આવશે. સાથોસાથ તેની એક નકલ ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગને પણ મોકલવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વીજ જોડાણના નિયમોમાં કર્યા ઐતિહાસિક ફેરફાર
April 22, 2025 06:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech