રાજયના વહીવટમાં પારદર્શિતા વઘે તેમજ પ્રજાલક્ષી રજુઆતોનો ઉકેલ સ્થાનિકે/નજીકના અંતરે ઝડ૫થી થઇ શકે તે માટે જોડીયા તાલુકાના વહીવટી તંત્ર દ્વારા તા.૨૨/૧૦/૨૦૨૪ના રોજ સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમનું આયોજન મેઘપર પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું છે.
જેમાં મેઘપર ગામના આજુબાજુના ગામો જેવા કે, તારાણા, મોરાણા, મેઘપર, જીરાગઢ, જશાપર, પીઠડ, અંબાલા, ટીંબડી, બોડકા, રસનાળ, પડાણા, માવનુંગામ, માધાપર, શામપર, જામદુધઇ આમ કુલ-૧૫ ગામના લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સવારે ૯:૦૦ થી ૧૧:૦૦ કલાક દરમ્યાન અરજદારની રજુઆત અને તેના પુરાવાઓ મેળવવાના રહેશે .તેમજ ૧૧:૦૦થી ૨:૦૦ કલાક દરમ્યાન સ્થળ તપાસ વિગેરે કરવાની રહેશે. ૩:૦૦ થી ૫:૦૦ કલાક દરમ્યાન અરજદારે કરેલ રજુઆતનો નિકાલની જાણ કરવાની રેહશે.
આ સેવાસેતુ કાર્યક્રમમાં આવક, સીનીયર સીટીઝનના પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રેશનકાર્ડને લગતી અરજીઓ, આઘારકાર્ડની અરજીઓ તેમજ વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાય યોજનાની અરજીઓ, નવા વીજ જોડાણ માટેની અરજીઓ, માં અન્નપૂર્ણા યોજના, માં અમૃત યોજના, અટલ પેન્શન યોજના, ભીમ એપ, બસ કન્સેસન પાસ, સમાજ કલ્યાણ અનુસુચિત જાતિની સેવાઓ, માન.મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસ યોજનાની અરજીઓનો સ્વીકાર કરવો, કુંવરબાઇનું મામેરું સહાય યોજના, વાત્સલ્ય કાર્ડના લાભાર્થીની નોંધણી કરવામાં આવશે. ઉપરોકત ગામોના લોકોએ આ સેવાસેતુનો લાભ લેવા મામલતદાર જોડિયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech