પોરબંદરના ઇન્દિરાનગર નજીક મહાનગરપાલિકાનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલો છે જેમાં શહેરનું ભુગર્ભ ગટરનું પાણી શુધ્ધ કરવાનુ હોય છે અને ત્યારબાદ તેને છોડવાનું હોય છે પરંતુ ચોંકાવનારી વિગત એવી સામે આવી છે કે છેલ્લા બે મહિનાથી આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ છે અને સ્પેરપાર્ટસ સમારકામ માટેની કામગીરીના નામે બે મહિનાથી ગંદાપાણી જાહેરમાં વહાવવામાં આવી રહ્યા છે જેની સીધી જ જવાબદારી ફીકસ થાય છે તેવા પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર અને અમદાવાદના કોન્ટ્રાકટર સામે જાહેરમાં ન્યુસન્સ ફેલાવવા બદલ કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.
પોરબંદર શહેરની ગટરનું પાણી ફિલ્ટર કરવા માટે ઇન્દિરાનગર નજીક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે અને તેનો કોન્ટ્રાકટ અમદાવાદની કોઇ પેઢીને આપવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે ૧૯.૧૦ એમ.એલ.ડી.નો આ પ્લાન્ટ ગટરનાપાણીનું શુધ્ધિકરણ કરીને ખેડૂતોને ઉપયોગમાં આવે તે રીતે વહાવશે પરંતુ ચોંકાવનારી વિગત એવી સામે આવી છે કે અંદાજે બે મહિના પહેલાથી ટેકનીકલ ક્ષતિ સર્જાતા હજુ સુધી નિરાકરણ આવ્યુ નથી.
મહત્વની બાબત એ છેકે પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરને પણ આ વિભાગ સંભાળતા કર્મચારી ઉંધા ચશ્મા પહેરાવીને પ્લાન્ટમાં થોડુઘણું શુધ્ધિકરણ થતુ હોવાનું જણાવતા હતા પંરતુ મીડિયા દ્વારા આ મુદ્ે ખાસ રસ લઇને તપાસ હાથ ધરવામાં આવતા શુધ્ધ કર્યા વગર જ ગટરના પાણી વહાવવામાં આવતા હોવાની વિગતો સામે આવી હતી.
અગ્રણીઓ દ્વારા સ્થાનિક અને અમદાવાદના એજન્સીના અધિકારીઓ સાથે વાત કરવામાં આવતા તેઓ ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા અને થોડા દિવસોમાં કામ થઇ જશે તેમ જણાવતા હતા. હકીકતે બબ્બે મહિનાથી શુધ્ધ કર્યા વગર પાણી વહાવવામાં આવે છે તેથી તેના માટે બેદરકાર અને બેજવાબદાર મ્યુનિસિપલ કમિશ્નર હસમુખ પ્રજાપતિથી માંડીને આ વિભાગના અધિકારીઓ અને અમદાવાદની કોન્ટ્રાકટર એજન્સી સામે જાહેરમાં ન્યુસન્સ ફેલાવવાનો કેસ દાખલ થવો જોઇએ. સ્વચ્છતાના પૂજારી ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં જ મહાનગરપાલિકાનું તંત્ર ઘોર બેદરકાર હોય અને કોન્ટ્રાકટરો સાથેની સાંઠગાંઠને કારણે કડક સૂચના પણ આપી શકતુ ન હોય તો હવે પોરબંદરવાસીઓએ આ મુદ્ે લડવુ પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે અને ગંદા પાણી જાહેરમાં વહાવવાના કારણે રોગચાળો ફેલાય તેવી પૂરેપૂરી શકયતા રહેલી છે માટે તાત્કાલિક યોગ્ય કરવા માંગ ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMદ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
May 13, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech