- સિંહણ તથા સતસાગર ડેમ ઓવરફ્લો -
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે દિવસના સતત મેઘ મુકામ વચ્ચે ગઈકાલે અનેક મોટા ડેમો પણ છલકાઈ રહ્યા હોવાના સમાચારો છે.
ખંભાળિયા - જામનગર માર્ગ પર આવેલા મહત્વના એવા સિંહણ ડેમમાં ઉપરવાસના ભારે વરસાદના કારણે દસ ફૂટ જેટલું નવું પાણી આવ્યું હતું. જેના પગલે શુક્રવારે સવારે સિંહણ ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. સાંજે ડેમ ત્રણ ફૂટે ઓવરફ્લો જતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સિંહણ ડેમમાંથી સલાયા, આંબલા, વાડીનાર, માંઢા સહિતના એક ડઝન જેટલા ગામોને પીવાનું પાણી મળે છે. જેથી ગ્રામ્ય વિસ્તારના લોકોમાં આનંદની લાગણી વ્યાપી હતી.
ખંભાળિયા નજીક આવેલો મોટો ગણાતો કોલવા ગામનો ડેમ પણ છલકાઈ જતા તેના પાણીની સીધી આવક અહીંના ધી ડેમમાં થવા પામી છે. ભાણવડની જીવા દોરી સમાન સતસાગર ડેમ પણ ગઈકાલે છલકાઈ જતા ભાણવડવાસીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી.
ખંભાળિયા પંથકમાં ધી ડેમ નજીકના ગામડાઓમાં ધોધમાર વરસાદના પગલે અહીંના ઘી ડેમમાં નવા નીરની ધીંગી આવક થવા પામી હતી અને બે દિવસમાં આશરે છ ફૂટ જેટલું નવું પાણી આવી જતા ડેમની સપાટી 16 ફૂટ સુધી પહોંચી છે. 20 ફૂટનો ઘી ડેમ આજ-કાલમાં જ છલકાઈ જાય તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે.
આ ઉપરાંત જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોના નદી નાળાઓ તેમજ ચેક ડેમો સંપૂર્ણપણે ભરાઈ ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech