તમિલનાડુની ખાનગી હોસ્પિટલમાં આગથી સાતનાં મોત: અનેક દાઝયા

  • December 13, 2024 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમિલનાડુના ડિંડીગુલ જિલ્લાની એક ખાનગી હોસ્પિટલમાં ગુવારે મોડી રાત્રે ભીષણ આગ ભભૂકી હતી. જેમાં ૭ના મોત નીપય હોવાનું સામે આવ્યું છે,જયારે આગને કારણે ઘણા ઘાયલ થયા છે. રાત્રે ૧૦ વાગ્યાના સુમારે લાગેલી આગ શોર્ટ સર્કીટથી લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. મૃતકોમાં ૧ બાળક અને ૩ મહિલા છે જયારે ઇજાગ્રસ્તોમાં ત્રણની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. તમિલનાડુના ડિંડીગુલમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં અચાનક આગ ભભૂકી હતી અને તેમાં સાત લોકોના મોત થયા છે, યારે ઘણા લોકો ઘાયલ છે. આ તમામને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત ગુવારે રાત્રે લગભગ ૧૦ વાગ્યે થયો હતો.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શ કરી હતી. મળતા અહેવાલ મુજબ, હોસ્પિટલમાં અંદર ફસાયેલા લગભગ ૧૦૦ લોકોને બચાવવા માટે ઓછામાં ઓછી ત્રણ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આ પછી ૧૦ સરકારી એમ્બ્યુલન્સ અને ૩૦ ખાનગી એમ્બ્યુલન્સનો ઉપયોગ કરીને લોકોને બહાર કાઢીને અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
રિપોર્ટ અનુસાર, ડિંડીગુલ જિલ્લાના તિચી રોડ પર સ્થિત આ ચાર માળની હોસ્પિટલના ગ્રાઉન્ડ લોર પર સૌથી પહેલા આગ લાગી હતી. આ પછી ધીમે ધીમે તેણે આખી હોસ્પિટલને ઘેરી લીધી. રિસેપ્શન એરિયામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વધુ તપાસ ચાલી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application