માળીયાહાટીનાના ભંડુરી પાસે જુનાગઢ વેરાવળ હાઇવે પર બે કાર વચ્ચે થયેલ ગમખવાર અકસ્માતમાં કારનો સીએનજી નો બાટલો ફાટવાથી બંને કાર સળગી ગઈ હતી અને કારમાં બેસેલા સાત લોકો ભળથુ થયા હતા મૃતક માંથી પાંચ વિધાર્થીઓ હતા. બનાવની જાણ થતાફાયર વિભાગની ટીમ દ્રારા આગને કાબુમાં લીધી હતી અને બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મૃતકના પીએમ ની તજવીજ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.
જૂનાગઢના માળીયાહાટીના ભંડુરી ગામ પાસે હાઇવે પર બે કાર સામસામે અથડાવવાનો બન્યો હતો. કાર ધડાકાભેર અથડાતા સીએનજીનો બાટલો ફાટો હતો અને બંને કાર સળગી ગઈ હતી. ગણતરીની સેકન્ડોમાં જ કારમાં આગ પ્રસરી ગઈ હતી અને આગ લાગવાથી કારમાં બેસેલા સાત લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા.
પ્રાથમિક વિગત મુજબ ભંડુરી પાસે જુનાગઢ વેરાવળ હાઇવે પર બે કાર સામસામે અથડાવવાના બનાવવામાં સીએનજી નો બાટલો ફાટો હતો અને ધડાકાભેર કારમાં આગ પ્રસરી ગઈ હતી આગ એટલી જ હતી કે કારમાં બેસેલા લોકોને બહાર નીકળવાનો પણ મોકો મળ્યો ન હતો. એક કારમાં પાંચ વિધાર્થીઓ હતા યારે બીજી કારમાં બે લોકો હતા તમામ સાથે સાતેયના ઘટના સ્થળે જ આગથી ભડથું થઈ ગયા હતા. કારમાં આગ લાગ્યા બાદ બાજુમાં રહેલ ઝૂંપડામાં પણ આગ લાગી હતી.
ધડાકાભેર અવાજ સંભળાવવાના બનાવથી આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. કારમાં આગ લાગ્યા બાદ કેશોદ ફાયર ની ટીમ દ્રારા ઘટના સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતી. જોકે આગ કાબુમાં લીધા પરંતુ કારમાં બેસેલા તમામ લોકોના સ્થળ પર જ મોત નીપજયા હતા. બે કાર પૈકીની એક કાર જુનાગઢ પાસેની હતી જેના નંબર જીજે૧૧ સીડી ૩૦૬૪ હતી.મૃતક અને માળીયાહાટીના પીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પીએમ ની તજવીજ હાથ ધરવામાં આવી છે.
અકસ્માતની જાણ થતા માળીયાહાટીના પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી મૃતકોની ઓળખ અને બનાવ ની તપાસ શ કરવામાં આવી છે. ગમખવાર અકસ્માતમાં પાંચ વિધાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હોવાનું પણ પ્રાથમિક વિગત મળી રહી છે. રસ્તા પર જ મૃતકોના આગથી ભડથું થઈ ગયા હતા. વધુ કાર્યવાહી માળીયાહાટીના પીએચસી અને પોલીસ વિભાગ દ્રારા કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMઅમદાવાદમાં કોલ્ડપ્લેની ટીમનું ગ્રાન્ડ વેલકમ, હોટલમાં ટીમ પર ગુલાબની પાંદડીઓનો વરસાદ થયો, જુઓ વીડિયો
January 24, 2025 03:14 PMપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech