ગાંદરબલના આતંકી હુમલામાં મૃતાંક સાત

  • October 21, 2024 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જમ્મુ કાશ્મીરના ગાંદરબલના સોનમર્ગ વિસ્તારના ગગનગીરમાં ઝેડ મોડ ટનલના કેમ્પ સાઈટ પાસે રવિવારે મોડી રાતે કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં મૃતાંક વધીને 7 થયો છે. જેમાં એક તબીબ અને છહ મજુરો સામેલ છે જયારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.આ હુમલાની જવાબદારી ટીઆરએફ એટલે કે આતંકવાદી સંગઠન ધ રેસિસ્ટન્સ ફ્રન્ટ એ લીધી છે કે જે લશ્કર એ તૈયબાની જ એક શાખા છે.
જમ્મુ કશ્મીરના ગાંદરબલના સોનમર્ગ વિસ્તારના ગુંડ વિસ્તારમાં ઝેડ મોડ ટનલના કેમ્પસાઈટ નજીક આતંકવાદી હુમલા અંગે અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ જિલ્લાના ગુંડ વિસ્તારમાં ટનલનું નિમર્ણિકાર્ય કરી રહેલી એક ખાનગી કંપ્નીના શિબિરમાં રહેતા મજૂરો પર ગોળીબાર કર્યો. ઘટનાની જાણ થતાં જ હુમલાખોરોને શોધવા માટે પોલીસ અને સેનાએ વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે. માહિતી અનુસાર આતંકી હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ધ રેસિસ્ટન્સ ફ્રન્ટએ સ્વીકારી છે.આ હુમલામાં ઘાયલ થયેલા પાંચ લોકોને કંગનની ઉપજિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હુમલા અંગે જમ્મુ કશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ એક્સ પર લખ્યું કે સોનમર્ગ ક્ષેત્રના ગગનગીરમાં બિન સ્થાનિક મજૂરો પર કાયરતાપૂર્ણ હુમલાના સમાચાર અત્યંત દુ:ખદ છે. આ લોકો વિસ્તારમાં એક મુખ્ય માળખાકીય પરિયોજના પર કામ કરી રહ્યા હતા. આ આતંકવાદી હુમલામાં 6 લોકોના મૃત્યુ થયા છે અને 2-3 અન્ય ઘાયલ થયા છે. હું નિ:શસ્ત્ર નિર્દોષ લોકો પર આ હુમલાની કડક નિંદા કરું છું અને તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.

ગૃહમંત્રીએ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
અમિત શાહે એક્સ પર લખ્યું, જમ્મુ-કાશ્મીરના ગગનગીરમાં નાગરિકો પરનો કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલો એ ઘૃણાસ્પદ કાયરતાપૂર્ણ કૃત્ય છે. આ ઘૃણાસ્પદ કૃત્યમાં સંડોવાયેલા લોકોને બક્ષવામાં આવશે નહીં અને સુરક્ષા દળો દ્વારા સખત જવાબ આપવામાં આવશે. મૃત્યુ પર શોક વ્યક્ત કરતા ગૃહમંત્રીએ મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે તેઓ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application