Sevasetu program was held at Mokar village

  • September 27, 2024 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના મોકર ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો, સ્થાનિકકક્ષાએ જ લોકોને સરકારી યોજનાઓનો લાભ મળી શકે તે હેતુથી સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
પોરબંદરના મોકર ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો,જેમાં મોકર સહિત આસપાસના ગામડાઓના લોકોને સેવાસેતુના કાર્યક્રમના માધ્યમ થકી સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને આધારકાર્ડ, રેશનકાર્ડસહિતની સેવાઓની અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરીને વિવિધ સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો.મોકર ગામના ગ્રામજન સિયાણી નરસિંહભાઈએ સેવાસેતુ કાર્યક્રમ આયોજન બદલ રાજીપો વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે,સરકારની વિવિધ યોજનાઓનો લાભ ગ્રામજનોને સ્થળ ઉપર જ મળી રહેવાથી તાલુકા સ્તર કે જિલ્લા સ્તર સુધી જવાની જ‚ર પડતી નથી તેમ જ સેવાસેતુ કાર્યક્રમમાં પણ સરળતાથી લોકો સરકારની વિવિધ સેવાઓનો  લાભ મળે તે માટે  આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં તેમણે સેવાસેતુના કાર્યક્રમ આયોજન બદલ પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application