જામનગર ના શુભલક્ષ્મી સેવા મંડળ દ્વારા જામનગર થી માટેલ જતા પદયાત્રીઓ ના સંઘ માટે તારીખ 13 થી 15 દરમિયાન વિવિધ સ્થળોએ રાત્રિ રોકાણ, મેડિકલ કેમ્પ તેમજ છાસ, પાણી ની બોટલ સહિતની વસ્તુઓ વિતરણ કરવાના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
છેલ્લા ઘણા વર્ષોથી ચૈત્રી નવરાત્રી દરમિયાન જામનગરથી માટેલ પદયાત્રીઓના સંઘ રવાના થાય છે. તેમની સેવામાં છેલ્લા ૨૩ વર્ષથી સતત શ્રી શુભલક્ષ્મી સેવા મંડળ દ્વારા જુદી-જુદી જગ્યાએ જરૂરી મેડીકલ કેમ્પ તથા નાઇટ હોલ્ટ (આરામ કરવાની સુવિધા) છાસ, પાણીની બોટલ, ઠંડા રૂમાલ વિતરણના સેવા કેમ્પ રાખવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૧૩ થી ૧૫ દરમ્યાન સોયલ ટોલનાકા, લતિપર તથા પંચાસિયા ગામ ખાતે મેડિકલ કેમ્પ, છાસ, પાણીની બોટલ, ઠંડા રૂમાલ વિતરણ તથા રાત્રિ રોકાણ સહિતની સેવા પૂરી પાડવામાં આવી હતી.
આ સેવા કેમ્પ માં શુભ લક્ષ્મી ગ્રુપના અશોકભાઈ પરમાર, મનોજભાઈ પરમાર, સુરેશભાઈ સોલંકી, કિશોરભાઈ પરમાર, રમણીકભાઈ બારડ, જીગ્નેશભાઈ ઝાલા, મનીષભાઈ બારડ, હર્ષદભાઈ કંચવા, દિલીપભાઈ કંચવા, કપિલભાઈ ચાવડા, હિતેશભાઈ ચૌહાણ, દીપકભાઈ ચુડાસમા, રાજુભાઈ ભટ્ટી, અશોકભાઈ મકવાણા, ભીખાભાઈ, આનંદ પરમાર, જીતુ ડાડા સહિતના દ્વારા સેવા આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝઘડિયાની દુષ્કર્મ પીડીતા દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે જામનગર આપ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી
December 25, 2024 06:37 PMઅતિવૃષ્ટિ બાદ પાક સહાયમાં વંચિત લાલપુર પંથકના ખેડૂતોએ TDO ને આપ્યું આવેદન
December 25, 2024 06:31 PMઅમેરિકામાં ભારતીયોની માનવ તસ્કરી! કેનેડાની કોલેજો EDની રડાર પર, તપાસ ચાલુ
December 25, 2024 05:59 PMસંસદની બહાર એક વ્યક્તિનો આત્મવિલોપનનો પ્રયાસ, હાલત ગંભીર
December 25, 2024 05:53 PMઅરવિંદ કેજરીવાલનો મોટો દાવો ભાજપ પ્રવેશ વર્માને પોતાનો સીએમ જાહેર કરશે
December 25, 2024 05:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech