૧.૧૬ કરોડના સોનાની છેતરપિંડીના બે આરોપીની રિમાન્ડ અરજી નામંજૂર થતાં સેશન્સમાં અપીલ

  • September 20, 2023 04:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સોની બજારમાં ૧ કરોડ ૧૬ લાખની ફાઈન ટચ સોનાની છેતરપિંડીની ફરિયાદમાં પકડવામાં આવેલા બંગાળી કારીગરના રિમાન્ડ નામંજુર થયા છે. દરમિયાન નીચેની અદાલતના રિમાન્ડ નામંજુરના હુંકમ સામે પોલીસે ઉપલી કોર્ટમાં રિવિઝન દાખલ કરી છે.આ કેસની હકીકત એવી છે કે તા.૩૦૮૨૩ ના રોજ રાજકોટ સોની બજારમાં વેપાર કરતા જીજ્ઞેશભાઈ કિશોરભાઈ ફીચડીયા (૨હે.પ્રહલાદ પ્લોટ શેરી નં.૩૧૩૬)એ તેઓ અને તેમના નાનાભાઈ મજુરીકામથી ફાઇન સોનામાંથી બંગાળી કારીગરો પાસેથી મજુરીથી ઘરેણા બનાવડાવી વેપાર કરતા હોય જે મુજબ બન્ને ભાઈઓએ કુલ ૧૮૯૯ ગ્રામ ૬૫૦ મીલી સોનું જેની કી. ા.૧,૧૬,૦૬,૦૯૬નું સોનું લઈ જઈ પરત ન આપી ઓળવી જઈ વિશ્વાસઘાત છેત૨પિંડી કરી હોવાની ફરિયાદ એ–ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવતા આરોપીઓ અસરફઅલી અકકાચઅલી શેખ તથા અફસરઅલી અકકાચઅલી શેખની પોલીસ દ્રારા અટકાયત કરવામાં આવી હતી. જેમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરી દિનપના પોલીસ દ્રારા રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જેમાં બચાવ પક્ષે રોકાયેલ એડવોકેટ હર્ષ રોહીતભાઈ ઘીયા દ્રારા એવી દલીલ કરવામાં આવેલ કે હાલના આરોપીઓએ ફરિયાદી પાસેથી કોઈ સોનું મેળવેલ ન હોય કે આપવાનું થતું ન હોય આરોપીઓ નાસી ગયેલ ન હતા. ફરિયાદીએ માત્ર પોતાનો વીમો પકાવવા હાલની ખોટી ફરીયાદ કરેલ હોય, પોલીસને તમામ માહિતી આપી દિધેલ હોય હવે કોઈ માહિતી આપવાની બાકી ન હોય તેવી રજૂઆત અને લાગુ પડતા ચુકાદાઓ રજુ કર્યા હતા. જે ગ્રાહ્ય રાખી અદાલત દ્રારા બંને આરોપીઓના પોલીસ રિમાંડ નામંજુર કરાતો હત્પકમ કરાયો હતો. હાલ જાણવા મળે છે કે, પોલીસે ઉપલી કોર્ટમાં રિમાન્ડ માટે રિવિઝન દાખલ કરી છે. આ કેસમાં આરોપી વતી યુવા એડવોકેટ હર્ષ રોહીતભાઈ ધીયા તથા કપીલભાઈ સાકરીયા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application