બદકામ કરવાના ઈરાદે અપહરણ કરનાર આરોપીને નિર્દોષ ઠરાવતી સેશન્સ અદાલત

  • May 25, 2023 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાયદેસરના વાલીપણામાંથી સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી નસાડી ગયો હતો

આ કેસની હકીકત એવી હતી કે, ફરીયાદી મજુરી કામ કરતા હોય અને કાલાવડ મિલરનો ફેરો કરી આવી રાત્રે ઘરે સુતા હોય ત્યારે રાત્રીના ચારેક વાગ્યે ફરિયાદીના પત્નીએ તેઓને ઉઠાડી જણાવેલ હોય કે તેઓની ૧૬ વર્ષની સગીર પુત્રી ધરમાં ન હોય જેથી આજુ બાજુ પડોસમાં તપાસ કરેલ અને ફરીયાદીની સગીર પુત્રી આ કામના આરોપી લખન ગણેશભાઈ રાઠોડ સાથે વાતચિત કરતી હોય જેથી ફરિયાદી દ્વારા આરોપીના ઘરે તપાસ કરવા જતા આરોપીના માતાએ જણાવેલ કે લખન ઘરે નથી જેથી તેને ફોન દ્વારા કોન્ટેક્ટ કરતા નંબર બંધ આવતો હોય અને આ કામના ફરિયાદીની સગીર પુત્રી મળી આવેલ ન હોય જેથી આ કામના ફરિયાદી દ્વારા આ કામના આરોપી વિરુધ્ધ સગીર પુત્રીને લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવીને આરોપી દ્વારા ભગાડી જવાની ફરિયાદ નોંધાવેલ હોય જેમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરાતા આરોપી દ્વારા ભોગ બનનારને ભગાડી જઈને પોરબંદર મુકામે ઝુડાણા ગામે રોકીને ભોગ બનનારની મરજી વિરુધ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધી બળાત્કાર કરેલ હોય જેથી પોલીસ દ્વારા ૧૯ એ ની કલમ- ૩૬૩, ૩૬૬, ૩૭૬ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોર સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટની કલમ-૪ અને ૬ મુજબની ફરિયાદ નોંધેલ અને ત્યારબાદ પોલીસ દ્વારા આ કામની તપાસ કરી આરોપી લખન ગણેશભાઈ રાઠોડની અટક કરેલ હતી અને તેમના વિરુધ્ધ પુરતો પૂરાવો હોય તેથી ચાર્જશીટ કરવામાં આવેલ અને ત્યારબાદ જામનગરની સ્પે. સેશન્સ કોર્ટમાં ફરિયાદ પક્ષ તથા સાહેદોની જુબાની લેવામાં આવેલ અને સમગ્ર કેસ ચાલ્યા બાદ આરોપી લખનભાઈ ગણેશભાઈ રાઠોડને નામદાર કોર્ટ દ્વારા આરોપીના વિરુધ્ધ સાક્ષીએ પ્રોસીક્યુશનના કેસને સમર્થન આપેલ ન હોય તે તમામ પુરાવાઓ નજર સમક્ષ રાખી સ્પે. સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવામાં આવેલ છે. આ કેસમાં આરોપી તરફે વકીલ જયેન્દ્રસિંહ એન. ઝાલા, નિરલ વી. ઝાલા, હરપાલસિંહ પી. ઝાલા, સત્યજીતસિંહ પી. જાડેજા રોકાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application