પોરબંદરમાં નવજાત બાળકો,વૃધ્ધો અને વિદ્યાર્થીઓ માટે સેવાકાર્યો યોજાયા હતા.
પોરબંદરના ઇનરવ્હીલ કલબ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે અનેકવિધ સેવાકાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતુ,જેમાં નરસંગટેકરી પે સેન્ટર શાળામાં બાલમેળામાં બાળકો માટે રાખડી હરીફાઈ અને વેસ્ટમાંથી બેસ્ટ હરીફાઈ યોજવામાં આવી હતી. વિજેતા બાળકોને ક્લબ તરફથી ઈનામો અને સર્ટિફિકેટ આપી નવાજવામાં આવ્યા હતા.સાથે બાળકોને મનભાવતા બિસ્કીટ પણ આપવામાં આવ્યા હતા.પ્રેસિડેન્ટ દીપા દત્તાણી સેક્રેટરી નેહા કારીયા, પી.પી. ઈલા ઠક્કર, ભારતીબેન દતાણી,પુર્વીબેન અમલાણી,કોમલબેન અમલાણીએ હાજર રહી બાળકોને પ્રોત્સાહીત કર્યા હતા.પ્રિન્સિપાલ ધર્મા જોશી અને સ્ટાફ દ્વારા સુંદર વ્યવસ્થા સાથે બાળકોને માર્ગદર્શન આપ્યું હતું.જલારામ વાત્સલ્યધામમાં વડીલોને મિષ્ટાન ભોજન આપવમાં આવ્યું હતું પ્રેસિડેન્ટ દીપા દતાણી પી.પી. મીનાબેન મજીઠીયા, રીટાબેન રાડીયાએ હાજર રહી વડીલો સાથે ગોષ્ટી કરી કવોલીટી ટાઈમ તેમની સાથે પસાર કર્યો હતો,આઈ.એસ.ઓ. જીજ્ઞા માંડવીયા અને મહેન્દ્રભાઈ પોપટ તરફથી ભાવસિંહજી હોસ્પિટલ,લેડી હોસ્પિટલમાં શીરો અને તાજા જન્મેલા બાળકને ગોદડી, બિસ્કીટ અને કેસ પૈસા આપવામાં આવ્યા. સાથે રસિકબાપા રોટલવાળા ચેરીટેબલ ટ્રસ્ટ સાથે જોડાઈને દર્દીનારાયણને ભોજન પીરસવાની સેવામાં પ્રેસિડેન્ટ દીપા દતાણી, સેક્રેટરી નેહા કારીયા, આઇ.પી.પી. સીમા સિંઘવી,પીપી મીના મજીઠિયા ઈ-એડમીન નમ્રતા ઠકરાર,કાજલ માવાણી, જિજ્ઞા માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં કારચાલક બેફામ, બે બાઈકને ટક્કર માર્યા બાદ પલ્ટી જતા ૩ના મોત
February 24, 2025 02:59 PMબાંગ્લાદેશ-પાકિસ્તાન વચ્ચે નિકટતા વધી, 54 વર્ષમાં પહેલીવાર સીધો વેપાર શરૂ
February 24, 2025 02:57 PMપાકિસ્તાન મંદિરો અને ગુરુદ્વારાના નવીનીકરણ માટે 1 અબજ ખર્ચશે
February 24, 2025 02:56 PMદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech