પોરબંદરમાં બાળકો અને વૃદ્ધો માટે સેવાકાર્યો થયા સંપન્ન

  • September 02, 2024 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં ઇનરવ્હિલ  ક્લબ નામની સંસ્થા દ્વારા અનેકવિધ સેવા કાર્યો બાળકો અને વૃદ્ધો માટે યોજાયા હતા.
ઇનર વ્હીલ ક્લબ ઓફ પોરબંદર દ્વારા ચિલ્ડ્રન હોમ કેર ના બાળકો સ્પોર્ટ્સ માં આગળ વધી શકે અને સર્વાંગી વિકાસ થાય તે માટે જુદી જુદી રમતો આપવામાં આવી હતી .જેમાં સાપસીડી, લુડો, ફ્લાઈંગ ડીશ, ફ્લાઈંગ રીંગ,વ્યાપાર,કેરમબોર્ડ ,કુકરી ,સટ્રાઇકર,પાવડર,ફૂટબોલબેડમિન્ટન પંચિંગ બેગ , પઝલ, વોટર બોટલ, કંપાસ, બેટ ,ક્રિકેટ બોલ,વોલીબોલ અને દૈનિક જરૂરિયાત ની વસ્તુઓ નેઇલકટર,કાતર ,બેટરી વગેરે આપવામાં આવ્યા હતા,આ તમામ વસ્તુઓ માટે મેમ્બર નો સહયોગ મળ્યો હતો સાથે બાળકોની પ્રિય કપકેક અને બિસ્કિટ પણ આપવામાં આવ્યા હતા .આ પ્રોજેક્ટમાં હાજરી અને યોગદાન આપવા બદલ  સેક્રેટરી નેહા કારીયા,પીપી ઈલાબેન ઠકકર,પીપી હેતલ શાહ,પીપી મીનાબેન મજીઠીયા,નમ્રતા ઠકરાર, દક્ષાબેન કારીયા,પૂજા બારાઈ, બિંદિયા મોનાણી, પૂર્વીબેન અમલાણી, કોમલબેન અમલાણી દરેકનો પ્રેસિડેન્ટ દીપા દત્તાનીએ આભાર સાથે ઋણ સ્વીકાર વ્યક્ત કર્યો હતો સાથે સિનિયર સિટીઝન ડે ના અનુસંધાને વાત્સલ્યધામ છાયાના વડીલોને દૈનિક જરૂરિયાતની વસ્તુઓ જેવી કે ટુવાલ, નેપકીન, ટેલકમ, પરફ્યુમ અને દરેકને સાતમ-આઠમના તહેવારને અનુરૂપ સેવ-બુંદી,મેંદાની પુરી,પેંડા આપવામાં આવ્યા હતા. પ્રેસિડેન્ટ દીપા દત્તાણી એ જેમના તરફથી સહયોગ મળ્યો છે તે ગ્રીટિંગ કમિટી ચેરમેન હિના ભટ્ટ નો હ્રદય પૂર્વક આભાર માન્યો હતો.સેક્રેટરી નેહા કારિયા,જોઈન્ટ સેક્રેટરી નીતુ લાખાણી એ હાજર રહી વડીલોની સાર-સંભાળ માટે પૂછપરછ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application