સંતો મહંતો અને જોગીઓની ભૂમિ એવા જુનાગઢ ગિરનારની ધીંગી સોરઠની ધરા પર ભેસાણ તાલુકાના મેંદપરા પાસે કરિયા ગામે આવેલા ખોડિયાર મંદિર આશ્રમના વયોવૃદ્ધ મહતં ધીરજગિરિ બાપુ ગુ શ્રી બ્રહ્મલીન મહતં સદગુ રવિગિરિ માતાજી તા.૨૨ જૂન ૨૦૨૪ને શનિવારે પૂનમના બ્રહ્મલીન થતા આશ્રમ ખાતે જ સમાધિ આપીને મોટી સંખ્યામાં ઉપસ્થિત સેવકોએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.પૂય ધીરજગિરિ બાપુએ આ સ્થળે અલખની ધૂણી ધખાવી વર્ષેા પૂર્વે આશ્રમની સ્થાપના કરી કરીયા ગામની ઐંચી ટેકરી પર આસન લગાવ્યું હતું.વર્ષેા સુધી સમગ્ર વિસ્તાર પર પોતાની ભકિતની શકિતથી ખુબ કૃપા વરસાવનારા પૂય ધીરજગિરિબાપુ ગુ બ્રહ્મલીન મહતં સદગુ રવિગીરી માતાજીનું બ્રહ્મલીન થતા સમગ્ર વિસ્તારમાં કયારેય ન પૂરાય એવી ખોટ શ્રદ્ધાળુઓને પડી છે. આસપાસના ગામોમાં ધીરજગિરિબાપુ બ્રહ્મલીનના સમાચાર વાયુ વેગે ફેલાતા સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. પૂ.બાપુની ભકિતના તપોબળે આસ્થાળુઓના અનેક કાર્યેા, સમસ્યાઓ, પીડાનું શમન નિવારણ થતું હતું. આ ઉપરાંત પૂ.બાપુ દ્રારા અનેકાનેક સેવાકાર્યેા પણ નિરંતર ચાલુ રહેતા હતા.સાવ નિર્જન જેવા વિસ્તારને તપોબળથી સીંચીને પુનર્જીિવત કરવામાં તેઓનું મહત્વનું યોગદાન રહ્યું છે. ગરવા ગિરનારની ગોદમાં અનેકોનેક કાલખંડથી પ્રવર્તમાન સાધુ પરંપરાને રીતે બખુબી નિભાવી ભકિત અને ભજનની આહલેક વરસો સુધી જગાવી હતી. જેનાથી ન માત્ર કરિયા ગામ પણ આજુબાજુના પંથકના અનુયાયીઓ, સેવકો અને ગ્રામજનોમાં તેઓ પ્રત્યે શ્રદ્ધાનો અનોખો ભાવ વ્યા થયો હતો.બ્રહ્મલીન ધીરજગિરિ બાપુના પાર્થિવ દેહને સેવકો દ્રારા મંદિર ખાતે જ સાધુ પરંપરા પ્રમાણે સમાધિ આપવામાં આવી હતી. આ સમયે બહોળી સંખ્યામાં ગ્રામજનો બ્રહ્મલીન પૂ.ધીરજગિરિ ગુ બ્રહ્મલીન મહતં સદગુ રવિગિરિ માતાજીના અંતિમ દર્શન કરી ભાવુક બન્યા હતા તેમ મુખ્ય સેવક ભાઈલાલભાઈએ એક યાદીમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech