ઉપલેટા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા લમણભાઈ ભોપાળાએ જણાવેલ કે, વોર્ડ નં.૭ જે પ્રમુખનો વોર્ડ છે ત્યાં ગંદકી અને પાણીના પ્રશ્ને લોકો ત્રાહીમામ થઈ ગયા છે. વોર્ડ નં.૮ અને ૯માં મોટાભાગની ગલ્લીમાં ગંદકીના ગજં જોવા મળી રહ્યા છે. પાલિકાના પ્રમુખને અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. લમણભાઈ ભોપાળાએ જણાવેલ કે, વોર્ડ નં.૮માં આવેલ જવાહર રોડ, કુતુબખાના પાસે પંચહાટડી ચોક, મોટા ફરીયા, દરબારી વાડા, ધોરાજી દરવાજા, રબારી ખડકી સહિતના વિસ્તારોમાં છેલ્લ ા ૧૦ થી ૧૫ દિવસથી સફાઈ કરવામાં આવતી નથી. ગટરમાં ભારે કચરો ભરાઈ જવાથી ઉભરાઈ રહી છે. રોડ ઉપર ખરાબ પાણીમાં લોકોને ચાલવું પડે છે. આવી અનેક મુશ્કેલીઓ શહેર ભોગવી રહ્યું છે ત્યારે નગરપાલિકાના પ્રમુખ એેસી ગાડીમાં ફરી રહ્યા છે. પ્રમુખના વોર્ડમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ત્યારે લોકોની વાત સાંભળવાને બદલે પ્રમુખ મીડીયા સમક્ષ શહેરને પુરતું પાણી આપીશું તેવા બણાગા ફત્પંકી રહ્યા છે. આગામી દિવસોમાં ગંદકીના ઢગલા ઉપાડવામાં નહીં આવે તો લોકોને સાથે આ ગંદકીના ઢગલા નગરપાલિકામાં પ્રમુખની ચેમ્બર પાસે અને તેમના નિવાસસ્થાને ઠાલવીશ.