શેરબજારમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેકસ ૭૦૦થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ૭૬,૮૦૦ના સ્તરે કારોબાર કરી રહ્યો હતો જયારે નિટીમાં લગભગ ૨૦૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો હતો અને તે ૨૩,૩૦૦ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો.
સેન્સેકસના ૩૦ શેરોમાંથી ૨૫માં ઘટાડો અને ૫માં વધારો જોવા મળ્યો હતો. આજે બેંકિંગ અને ઓટો શેર્સમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણી પોટર્સના શેર ૨૦ ડાઉન થયા હતા યારે આજે આઈટી શેરમાં તેજી જોવા મળી હતી.
એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી ૦.૮૩ ટકા અને કોરિયાનો કોસ્પી ૦.૧૯ ટકા ઉપર પહોચ્યો હતો યાર ચીનના શાંઘાઈ કમ્પોઝિટમાં ૦.૧૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
શઆતના કારોબારમાં સેન્સેકસ ૫૬૭.૦૨ પોઈન્ટ અથવા ૦.૭૩ ટકા ઘટીને ૭૭,૦૧૧ પોઈન્ટ પર આવી ગયો હતો. એનએસઈ નિટી ૧૯૪.૯૫ પોઈન્ટ ઘટીને ૨૩,૩૨૩.૫૫ પર આવી ગયો હતો. આઇટી અને રિયલ્ટી શેરો સિવાય, તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે, જેમાં પીએસયુ બેન્ક, મેટલ અને એનર્જી ઇન્ડેકસ ૧–૨ ટકા ઘટા છે. સેન્સેકસમાં લિસ્ટેડ ૩૦ કંપનીઓમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેન્ક, એનટીપીસી અને ટાટા મોટર્સના શેર પણ લાલ નિશાનમાં રહ્યા હતા.
ગૌતમ અદાણીને કથિત અબજો–ડોલરની લાંચ અને છેતરપિંડી યોજનામાં તેમની ભૂમિકા માટે દોષી ઠેરવવામાં આવ્યા બાદ પ્રારંભિક વેપારમાં અદાણી જૂથના કેટલાક શેરોમાં તીવ્ર ઘટાડો થયો હતો. યુએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અદાણીને સૌર ઉર્જાનો કોન્ટ્રાકટ મેળવવા માટે ભારત સરકારના અધિકારીઓને ૨૫૦ મિલિયનથી વધુ લાંચ આપવાનું વચન આપવામાં આવ્યું હતું.
અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી પોટર્સ, બીએસઈ પરના બંને શેરો ડાઉન થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં દુકાનમાં આગ, ઢગલાબંધ બારદાન આગમાં બળીને ખાક
November 21, 2024 05:50 PMપુતિનની આ કાર આટલી ખાસ કેમ? પીએમ મોદીની કાર કરતા છે આ રીતે અલગ
November 21, 2024 05:00 PMહળવદ : જાહેર રસ્તા પર ઇંડા ફેંકી જનાર સામે ભભૂકયો રોષ
November 21, 2024 04:44 PMBCCIની મોટી જાહેરાત, ટેસ્ટ સિરીઝના 1 દિવસ પહેલા ટીમ ઈન્ડિયામાં ફેરફાર, આ ખેલાડીની એન્ટ્રી
November 21, 2024 04:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech