વૈશ્વિક શેરબજારોના સથવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 13 દિવસ બાદ ફરી 75000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. નિફ્ટી 200થી વધુ પોઈન્ટ ઉછળી 22752.45 પર ટ્રેડ થઈ રહ્યો છે. મોર્નિંગ સેશનમાં આઈટી, બેન્કિંગ, એફએમસીજી, ફાઈનાન્સિયલ સર્વિસિઝ, ઓટો, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, પાવર, રિયાલ્ટી, ટેક્નોલોજી, ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સ 1 ટકાથી વધુ ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. શેરબજારમાં મોટા ઉછાળા સાથે રોકાણકારોની મૂડીમાં રૂ. 4 લાખ કરોડનો સુધારો જોવા મળ્યો છે.
શેરબજારમાં ફેબ્રુઆરીથી શરૂ થયેલી મંદીના માહોલ વચ્ચે અગાઉ 21 ફેબ્રુઆરી સુધી સેન્સેક્સ 75000નું લેવલ જાળવી શક્યો હતો. 21 ફેબ્રુઆરીના રોજ 75311.06 પર બંધ આપ્યા બાદ વોલેટિલિટી વધતાં 75000નું લેવલ ગુમાવ્યું હતું. ત્યારબાદ છેક આજે 13માં ટ્રેડિંગ સેશનમાં 75000ના લેવલે કારોબાર થઈ રહ્યો છે.
ગઈકાલે જાહેર થયેલા અમેરિકાના રિટેલ સેલ્સના સકારાત્મક આંકડાઓએ વૈશ્વિક શેરબજારમાં સુધારાને ટેકો આપ્યો હતો. ફેડ રિઝર્વે પોતાની માર્ચ બેઠક આ મંગળવાર અને બુધવારે યોજાશે. જેમાં તે વ્યાજના દરો 4.25 -4.50 ટકાના દરે જાળવી રાખે તેવી શક્યતાઓ નિષ્ણાતો આપી રહ્યા છે. ચીનમાં પણ રિટેલ વેચાણ વધ્યા છે. પરિણામે વૈશ્વિક સ્તરે ઈકોનોમી પોઝિટિવ રહેવાનો સંકેત મળી રહ્યો છે. બીજી તરફ સ્થાનિક સ્તરે પણ સકારાત્મક પરિબળો અને ટેક્નિકલી મોટા કરેક્શન બાદ નીચા મથાળે ખરીદી વધી છે. એફઆઈઆઈની વેચવાલી સામે ડીઆઈઆઈ મજબૂતપણે બાયિંગ વેલ્યૂ વધારી રહ્યા છે.
માર્કેટ નિષ્ણાતના મતે, વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો દૂર થતાં શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. અમેરિકાની ઈકોનોમી મજબૂત હોવાના સંકેતો, ટેરિફ મુદ્દે સમાધાનની ચર્ચાઓ તેમજ એશિયન બજારોમાં પણ મોટા કરેક્શન બાદ ઉછાળાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. જો કે, ટેરિફ સંબંધિત અનિશ્ચિતતાઓના કારણે નજીકના ગાળામાં માર્કેટમાં વોલેટિલિટી જળવાઈ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાન દ્વારા કરાયેલા આક્રમણને પશ્ચિમ દ્વારા વિવાદમાં ફેરવી દેવાયું
March 19, 2025 11:27 AMએમપીના શિવપુરીમાં હોડી પલટી જતા 7ના મોતની આશંકા
March 19, 2025 11:11 AMભાયાવદરમાં વેપારીએ ૨ લાખના ૭.૯૪ લાખ ચૂકવ્યા છતા વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી
March 19, 2025 11:10 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech