વૈશ્વિક ચિંતા શેરબજારમાં કડાકો સેન્સેક્સ 873 પોઈન્ટ્સ ગગડી ગયા

  • August 02, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગઈકાલે અમેરિકન શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. આજે એટલે કે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 872 પોઈન્ટ ઘટીને 81,229.39ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી-50 287 પોઈન્ટ ઘટીને 24,810.85 પર પહોંચ્યો હતો. ગઈકાલે સેન્સેક્સ 81,867.55 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 25000 અંકોની ઉપર બંધ થયો હતો.
બજાર ખુલ્યાની લગભગ 45 મિનિટ બાદ શેરબજારમાં ઘટાડો વધુ વધ્યો હતો. એક દિવસ પહેલા જ ગઈકાલે શેરબજારમાં સેન્સેક્સ 82,000ની સપાટીએ પહોંચી ગયો હતો, જ્યારે નિફ્ટીએ નવી ઊંચી સપાટી બનાવીને 25,000ની સપાટી વટાવી હતી.
વહેલી સવારના વેપારમાં, બીએસઈ સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી 3 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. બાકીના 27 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સૌથી મોટો ઘટાડો ટાટા મોટર્સમાં 3.30 ટકા, ટાટા સ્ટીલમાં 3 ટકા, મારુતિ સુઝુકીમાં 2.85 ટકા, જેએસડબલ્યુ સ્ટીલમાં 2 ટકા, એલ એન્ડ ટીમાં લગભગ 2 ટકા અને આઈસીઆઈસીઆઈ બેન્કમાં 1.38 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application