932 પોઇન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 76૦૦૦ને પાર

  • March 20, 2025 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ અઠવાડિયે સ્થાનિક શેરબજારમાં સતત સુધારો જોવા મળ્યો અને આજે પણ તે મજબૂતાઈ સાથે ખુલ્યું. ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોન પર ખુલ્યા. સવારે ૯.૨૪ વાગ્યે, બીએસઈ સેન્સેક્સ ૫૦૦.૬૪ પોઈન્ટના વધારા સાથે ૭૫,૯૪૯.૬૯ પર ટ્રેડ થતો જોવા મળ્યો, અને નિફ્ટી ૧૪૭.૫૫ પોઈન્ટના વધારા સાથે ૨૩૦૫૫.૧૫ પર ટ્રેડ થતો જોવા મળ્યો. બપોર સુધીમાં સેન્સેક્સ ૯૩૨ પોઇન્ટના ઉછાળા સાથે 73૦૦૦ની સપાટી પાર કરી ૭૬,૩૯૩ના સ્તરે પહોંચી ગયો હતો જયારે નિફ્ટીએ પણ ૨૯૩ પોઈન્ટનો જમ્પ લગાવ્યો હતો અને તે ૨૩૦૦૦ની સપાટીને પાર કરી ૨૩,૨૦૧ના સ્તરે ટ્રેડ થયો હતો


યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દર સ્થિર રાખ્યા બાદ વોલ સ્ટ્રીટમાં રાતોરાત ઉછાળાની ભારતીય શેરબજારમાં પણ અસર દેખાઈ છે. ટ્રેડીંગની શરૂઆતમાં, તમામ સેકટોરલ ઇન્ડેક્સ ગ્રીન ઝોન પર ટ્રેડ થઇ રહ્યા હતા. તાજેતરના ટ્રેન્ડમાં, આઇટી, મીડિયા, રિયલ્ટી, પીએસયુ બેંકોના શેર ૧-૨ ટકા વધ્યા હતા.


સેન્સેક્સમાં એરિસ, કેક, પારસ, ફાઇનઓર્ગ અને ટિપ્સ મ્યુઝિક ટોપ ગેઇનર્સ બન્યા છે. જ્યારે કેઈઆઈ પોલીકેબ, પેટીએમ, ફિનકેબલ્સ સૌથી વધુ નુકસાન કરનારા બન્યા છે. આજે નિફ્ટીમાં ઇન્ફોસિસ, ભારતી એરટેલ, ટીસીએસ, મહિન્દ્રા અને ટાઇટન ટોપ ગેઇનર્સ બન્યા છે. જ્યારે બજાજ ફાઇનાન્સ, એલટી, ટાટા સ્ટીલ, એપોલો, અદાણી પોર્ટ્સ ટોચના લુઝર્સની યાદીમાં છે.



ગઈકાલે શેરબજારમાં થોડી હલચલ જોવા મળી. ગઈકાલે બજારની શરૂઆત સપાટ રહી હતી. જે પછી શેરબજારમાં સતત ગતિવિધિઓ જોવા મળી. ગઈકાલે સેન્સેક્સ ૧૪૭ પોઈન્ટ ઉછળીને ૭૫,૪૪૯ પર બંધ થયો હતો. તે જ સમયે, દિવસભર નિફ્ટીમાં ઉથલપાથલ રહી. નિફ્ટી 73 પોઈન્ટના વધારા સાથે 22,907 પર બંધ થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application