સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ: 85000ને પાર: નિફ્ટી પણ 26000ની નજીક

  • September 24, 2024 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય શેરબજારે આજે નવો રેકોર્ડ બનાવ્યો છે. શરૂઆતના ઘટાડા બાદ સેન્સેક્સ અને નિફ્ટી નવી ઓલ-ટાઇમ હાઈ પર પહોંચ્યા હતા. સેન્સેક્સે પ્રથમ વખત 85,000ની સપાટી વટાવી હતી. તે જ સમયે, નિફ્ટી 50 પણ 25,971ના સ્તરે પહોંચ્યો હતો, જે તેની નવી ઊંચી સપાટી છે. જોકે, આજે શરૂઆતના વેપારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે ખુલ્યા હતા. પરંતુ, ચીન અને અન્ય એશિયન બજારોમાંથી સકારાત્મક સંકેતો મળ્યા પછી, તેમાં વધારો જોવા મળ્યો છે.
આજે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ખુલ્યા હતા. પ્રી-ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ 67.88 પોઈન્ટ અને નિફ્ટી 17.60 પોઈન્ટ પર ખુલ્યો હતો. જયારે સવારે 9.15 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 129.34 પોઈન્ટ ઘટીને 84,799.27 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી 16.35 પોઈન્ટ ઘટીને 25,922.70 પર હતો. પરંતુ પછી બંનેએ સારી રિકવરી કરી હતી. ત્યારબાદ સવારે 10:33 વાગ્યે 85,035.29ની વિક્રમી સપાટીએ પહોચ્યો હતો.
સેન્સેક્સ પર લિસ્ટેડ 30 કંપ્નીઓમાં ઇન્ફોસિસ, બજાજ ફાઇનાન્સ, કોટક મહિન્દ્રા બેન્ક, એચસીએલ ટેક્નોલોજીસ, ઇન્ડસઇન્ડ બેન્ક અને અલ્ટ્રાટેક સિમેન્ટ સૌથી વધુ ઘટ્યા હતા. જ્યારે, ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, નેસ્લે અને ટાટા મોટર્સના શેરધારકો પ્રોફિટમાં રહ્યા હતા. ગઈકાલે ત્રીસ શેર પર આધારિત બીએસઈ સેન્સેક્સ 384.30 પોઈન્ટ અથવા 0.45 ટકાના વધારા સાથે 84,928.61 પોઈન્ટ પર બંધ થયો હતો, જે તેની અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 148.10 પોઈન્ટ અથવા 0.57 ટકાના વધારા સાથે 25,939.05 પોઈન્ટની નવી ટોચે બંધ રહ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application