રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આવતીકાલે સવારે 11 કલાકે પ્રાકૃતિક કૃષિ અંગે પરિસંવાદ

  • July 17, 2023 11:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સાથે તા.18મી જુલાઈને મંગળવારે સવારે 11 કલાકે રાજભવન-ગાંધીનગર ખાતે “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ”નું આયોજન કરાયું છે. આ પરિસંવાદ હાઇબ્રિડ મોડમાં યોજાશે.


ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વિસ્તરી રહ્યો છે. રાજ્યમાં અંદાજે છ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ અપનાવીને તેના લાભ મેળવી રહ્યા છે. હજુ વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.


પ્રિન્ટ મીડિયા, ઈલેક્ટ્રોનિક્સ મીડિયા તથા રેડિયો પ્રાકૃતિક ખેતીના આ અભિયાનમાં સહભાગી થાય તથા પ્રાકૃતિક ખેતીના લાભો પ્રત્યે ખેડૂતોને જાગૃત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે તથા પ્રાકૃતિક તથા જૈવિક ખેતી વચ્ચેનો તફાવત ખેડૂતોને સમજાવી શકે, એટલું જ નહીં પ્રાકૃતિક ખેતી ખરેખર શું છે? તેની સાચી સમજણ કેળવી શકે તે હેતુથી, માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સાથે તા. ૧૮મી જુલાઈને મંગળવારે સવારે ૧૧ કલાકે, રાજભવન-ગાંધીનગર ખાતે “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ”નું આયોજન કરાયું છે. આ પરિસંવાદ હાઇબ્રિડ મોડમાં યોજાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application