ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં સેમિકન્ડકટર ચીપનું ઉત્પાદન શરૂ

  • April 26, 2024 03:35 PM 

મોબાઈલ, કોમ્પ્યુટર, ઇલેકટ્રોનિક આઈટમ, ફ્રીજ, એસી, ટીવી સહિતના ઉત્પાદનમાં જેનો ઉપયોગ થાય છે તે સેમિકન્ડકટર ચીપનું જે દેશ ઉત્પાદન કરતો હશે તે દેશ દુનિયામાં રાજા હશે તેવી વર્તમાન યુગની વાત છે અને તે મુજબ ગુજરાતમાં ઉત્પાદિત થનારી સેમિકન્ડકટર ચીપ આગામી ડિસેમ્બર માસ સુધીમાં માર્કેટમાં આવી જશે તેવી મહત્વની જાહેરાત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષનવે કરી છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા આયોજિત વિકસિત ભારત ૨૦૪૭ અંતર્ગત સંવાદ કાર્યક્રમમાં બોલતા રેલવે ઉપરાંત ઇલેકટ્રોનિકસ આઇ.ટી ક્ષેત્રના મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે યાં કેમિકલ ઉપલબ્ધ હોય ત્યાં આવી ચીપ બનતી હોય છે અને તેથી દહેજમાં સેમિકન્ડકટર પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. ૧,૨૨,૦૦૦ કરોડના રોકાણ થયા છે.

સેમી કંડકટર ચીપના પગલે પગલે ઇલેકટ્રોનિક અને મેન્યુફેકચરિંગ સેકટરની મોબાઇલ સહિતના ઉપકરણો બનાવતી અનેક કંપનીઓ અહીં રોકાણ માટે આવશે તેવી આશા વ્યકત કરતા અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સમગ્ર સિસ્ટમને કંટ્રોલ કરતી આ નાની ચીપ રોકેટ કેમેરા પ્લેન ટ્રેન સહીત તમામમાં જરી છે.
નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળી ત્યારે વલ્ર્ડ ઇકોનોમીમાં ભારત વિશ્વમાં ૧૧માં સ્થાને હતું તે આજે પાંચમા સ્થાને આવી ગયું છે અને નજીકના ભવિષ્યમાં પ્રથમ ત્રણ માં સ્થાન મેળવી લેશે. ૨૦૪૭ માં ભારત કેવું હોવું જોઈએ તેની કલ્પનાને ધ્યાનમાં રાખી છેલ્લા ત્રણ વર્ષથી કામગીરી શ કરી દેવામાં આવી છે. આ કામ શ કરતા પહેલા ૩૦ લાખથી વધુ લોકો સાથે વિચાર વિમર્સ કરીને ૨૦૪૭ નો રોડ મેપ બનાવવામાં આવ્યો છે. સૌપ્રથમ તો બેન્કિંગ સિસ્ટમ સુધારીને ઇન્વેસ્ટમેન્ટ વધારવામાં આવ્યું છે. તેના કારણે ડિમાન્ડમાં ભારે વધારો થયો છે. ત્રણ ચાર વર્ષની આ પ્રકારની સાઇકલ પછી લગાતાર તેજી ચાલુ રહેતી હોય છે તે દક્ષિણ કોરિયા જાપાન અને જર્મનીમાંથી શીખવા મળે છે.

આ દિશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજું મહત્વનું કામ લોકોના માઇનડ સેટ બદલવાનું કયુ છે. ૨૦૧૭માં વંદે ભારત ટ્રેન ચાલુ કરવાની વાત થઈ ત્યારે વિદેશમાં તેના અભ્યાસ માટે જવાની વાતો શ થઈ પરંતુ વડાપ્રધાને સ્થાનિક કક્ષાએ જ ડિઝાઇનથી માંડી ઉત્પાદન થશે તેમ સ્પષ્ટ્ર જણાવી દઈને સ્થાનિકમાં આત્મવિશ્વાસ વધાર્યેા છે અને તે જ સાચા નેતૃત્વના ગુણ છે તેમ અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું.


કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે અગાઉ દૈનિક સાડા ત્રણ થી ચાર કિલોમીટર રેલવે ટ્રેકના કામ થતા હતા પરંતુ અત્યારે તે પ્રતિદિન સાડા ૧૪ કિલોમીટરના કામ થાય છે. ગયા વર્ષ દરમિયાન ૫૩૦૦ કિલોમીટરના રેલવે ટ્રેકના કામ થયા છે જે બેલ્જિયમ અને સ્વીઝરલેન્ડ જેવા દેશના રેલવેના પૂરા નેટવર્ક જેટલા છે.

પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા આયોજિત વિકસિત ભારત ૨૦૪૭ સંવાદના આ કાર્યક્રમમાં ચેમ્બર પ્રમુખ વીપી વૈષ્ણવ કેન્દ્રીય મંત્રી પુષોત્તમ પાલા સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા રામભાઈ મોકરીયા કેસરીદેવસિંહ ઝાલા ધારાસભ્યો રમેશભાઈ ટીલાલા દર્શિતાબેન શાહ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી ખજાનચી મયુરભાઈ શાહ મેયર નયનાબેન પેઢડિયા ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવ યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application