જીતની આશા સાથે આજે ભારતીય ટીમની કાંગારુઓ સામે થશે ટક્કર, ફાઇનલમાં પ્રવેશવું રોહિત બ્રિગેડ માટે સરળ નહીં રહે

  • March 04, 2025 10:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમિફાઇનલ મેચ આજે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ સેમિફાઇનલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી.


ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજમાં 3 મેચ રમી હતી અને ત્રણેયમાં જીત મેળવી હતી. હવે તેનું ધ્યાન સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પ્રવેશવા પર છે. પરંતુ આ રોહિત બ્રિગેડ માટે આટલું સરળ નહીં હોય.


છેલ્લા 14 વર્ષમાં ઓસ્ટ્રેલિયા સામે આઈસીસી  ટુર્નામેન્ટના નોકઆઉટ મેચોમાં ભારતીય ટીમનો રેકોર્ડ ખૂબ જ ખરાબ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, જ્યારે પણ બંને ટીમો સામસામે આવી છે, ત્યારે ભારત હાર્યું છે. આ પહેલા ભારતીય ટીમ 2007 ટી-20 અને 2011 ઓડીઆઈ વર્લ્ડ કપ જીતી ચૂકી છે. બંને વખત, ઓસ્ટ્રેલિયા નોકઆઉટ મેચોમાં હાર્યું છે. જો ભારતીય ટીમ આ વખતે પણ સેમિફાઇનલ જીતી જાય તો તેનું ટાઇટલ પાક્કું થઈ શકે છે.


ભારતીય ટીમ હંમેશા આઈસીસી  ટુર્નામેન્ટના નોકઆઉટ મેચોમાં ઓસ્ટ્રેલિયા સાથે લગભગ સમાન રહી છે. આ સમયગાળા દરમિયાન, બંને ટીમો કુલ 7 વખત એકબીજા સામે ટકરાઈ હતી, જેમાં ભારત 3 વખત જીત્યું હતું અને ચાર વખત હાર્યું છે. પરંતુ ઓસ્ટ્રેલિયા સામે 2011ના વર્લ્ડ કપ પછી ભારતીય ટીમ ખરાબ સ્થિતિમાં રહી છે.


ભારતીય ટીમે 2011ના વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને ખરાબ રીતે હરાવ્યું હતું. ત્યારથી, ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે કોઈપણ આઈસીસી  નોકઆઉટ મેચમાં સફળતા મેળવી શકી નથી. ૨૦૧૧ના વર્લ્ડ કપ પછી, ઓસ્ટ્રેલિયા સામેનો આગામી મુકાબલો ૨૦૧૫ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં હતો.


ત્યારબાદ બંને ટીમો 2023 વર્લ્ડ કપની ફાઇનલમાં એકબીજાનો સામનો કરી હતી. ૨૦૨૩માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ રમાઈ હતી. પરંતુ દર વખતે ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો. જોકે આ સમય દરમિયાન ભારતીય ટીમે 2023ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને એક વાર હરાવ્યું છે, પરંતુ તે ફક્ત એક ગ્રુપ મેચ હતી.


5 સ્ટાર ખેલાડીઓ વગર કાંગારૂ ટીમનો વિજય મુશ્કેલ 
આ વખતે ઓસ્ટ્રેલિયન ટીમ કાગળ પર નબળી દેખાય છે. આ ટીમમાં ઝડપી બોલર પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, મિશેલ સ્ટાર્ક, મિશેલ માર્શ અને માર્કસ સ્ટોઈનિસ નથી. કમિન્સને પગની ઘૂંટીમાં ઈજા છે અને હેઝલવુડને હિપમાં ઈજા છે. સ્ટાર્ક વ્યક્તિગત કારણોસર બહાર છે, જ્યારે માર્શ પણ ઘાયલ છે. બીજી તરફ, સ્ટોઇનિસે ટુર્નામેન્ટ પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી હતી.


ભારતીય ટીમના પ્લેઇંગ ઈલેવન 
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર.


ઓસ્ટ્રેલિયા ટીમના પ્લેઇંગ ઈલેવન 
સ્ટીવ સ્મિથ (કેપ્ટન), સીન એબોટ, એલેક્સ કેરી, બેન દ્વારશુઇસ, નાથન એલિસ, જેક ફ્રેઝર-મેકગર્ક, એરોન હાર્ડી, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, સ્પેન્સર જોહ્ન્સન, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, કૂપર કોનોલી, એડમ ઝામ્પા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application