ગાંધીનગર દેશભરમાં ચાલી રહેલી વસતિ ગણતરી–૨૦૨૭ અંતર્ગત ગુજરાતમાં ૧૭મી મે,થી શ થયેલી 'સ્વ–ગણતરી' (સેલ્ફ–ઇન્યુમરેશન) ઝુંબેશને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રાયના રાયપાલ, મુખ્યમંત્રી, મંત્રીમંડળના સભ્યો, વરિ સચિવો અને જિલ્લા કલેકટરો સહિત અત્યાર સુધીમાં અંદાજે ૨.૩૬ લાખથી વધુ જાગૃત નાગરિકોએ ઓનલાઈન ફોર્મ ભરીને આ રાષ્ટ્ર્રવ્યાપી અભિયાનમાં પોતાનું યોગદાન આપ્યું છે. વસતિ ગણતરીના ઇતિહાસમાં પ્રથમ વખત શ કરાયેલી આ ડિજિટલ પદ્ધતિ વિશે માહિતી આપતા વસતિ ગણતરી નિયામક સુજલ મિયાત્રાએ જણાવ્યું હતું કે, આ આધુનિક વ્યવસ્થાથી નાગરિકો ઘરે બેઠા જ એન્ડ્રોઇડ એપ અને ઓનલાઇન પોર્ટલ પર નિશ્ચિત કયુઆર કોડ દ્રારા ફોર્મ ભરી શકે છે. આનાથી વસતિ ગણતરી કરતા કર્મચારીઓ પરનું કામનું ભારણ ઘટશે, કામગીરી ઝડપી બનશે અને સચોટ માહિતી પ્રા થશે. નાગરિકો આગામી ૩૧મી મે, ૨૦૨૬ સુધી અધિકૃત પોર્ટલ પર પોતાની વિગતો જાતે ભરી શકશે. સ્વ–ગણતરી બાદ મળનારો આઈડીયારે ગણતરીદાર ઘરે આવે ત્યારે આપવાનો રહેશે, જેની પુષ્ટ્રિ કર્યા બાદ તેને મૂળ ડેટાબેઝમાં સામેલ કરાશે. આ વખતે ગુજરાતી સહિત ૧૬ ભાષાઓમાં અને ઓફલાઇન ડેટા એકત્ર કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.તા.૨૯ અને ૩૦ મેના રોજ સરકારી કર્મચારીઓ માટે વિશેષ ડ્રાઇવ આ અભિયાનમાં વધુમાં વધુ કર્મયોગીઓ જોડાય તે માટે રાય સરકાર દ્રારા વિશેષ આયોજન કરાયું છે,૨૯મી મે: આરોગ્ય અને શિક્ષણ વિભાગના તમામ કર્મચારીઓ ફોર્મ ભરશે.જયારે તા.૩૦મી મે પોલીસ વિભાગ અંતર્ગત આવતા રાયભરના તમામ કર્મયોગીઓ સ્વ–ગણતરી કરશે.રાયના અગ્રણી શહેરોમાં અમદાવાદ ૪૨ હજારથી વધુ નોંધણી સાથે મોખરે છે. આ ઉપરાંત સુરતમાં ૨૨ હજાર, વડોદરા અને આણંદમાં ૧૬–૧૬ હજાર, રાજકોટમાં ૧૪ હજાર અને મહેસાણામાં ૧૧ હજાર નાગરિકો આ ઝુંબેશમાં જોડાયા છે.
પ્રથમ તબક્કો (૧ જૂન થી ૩૦ જૂન): 'ઘરયાદી અને મકાનોની ગણતરી' અંતર્ગત આવાસ, કુટુંબ, પીવાનું પાણી, શૌચાલય વગેરે સંબંધિત ૩૩ પ્રશ્નો પૂછાશે. બીજો તબક્કો (૯ ફેબ્રુઆરી થી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૭): મુખ્ય વસતિ ગણતરી કરવામાં આવશે અને આ જ તબક્કા દરમિયાન જાતિ ગણતરીની કામગીરી પણ પૂર્ણ કરાશે.જનગણના અધિનિયમ, ૧૯૪૮ હેઠળ એકત્રિત કરાયેલી તમામ વ્યકિતગત માહિતી સંપૂર્ણ ગુ રાખવામાં આવશે. તેનો ઉપયોગ કાનૂની કે કરવેરા માટે થઈ શકશે નહીં. દરેક નાગરિક સાચી માહિતી આપવા કાયદેસર રીતે બંધાયેલ છે અને માહિતીનો ઇનકાર કરવા બદલ દંડની જોગવાઈ છે. વસતિ ગણતરી નિયામકે રાયના તમામ નાગરિકોને આ દેશહિતના કાર્યમાં ઉત્સાહભેર જોડાવા અનુરોધ કર્યેા છે