પોરબંદરમાં રાજ્યકક્ષાની ક્રિકેટ સ્પર્ધા માટે સિલેકશન થયુ હતુ.જેમાં ૯૦૦થી વધુ ખેલાડી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, પોરબંદર સંચાલિત ૬૮મી અખિલ ભારતીય શાળાકિય રાજ્યકક્ષા ક્રિકેટ સિલેકશન અં-૧૪(ભાઈઓ) અં-૧૭,૧૯ ભાઈઓ-બહેનોની રમત સ્પર્ધા દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ, પોરબંદર ખાતે યોજાઈ હતી.
જેમાં અં-૧૪ ભાઈઓનું સિલેકશનમાં અંદાજીત ૨૪૫ જેટલા ખેલાડીઓ, અં-૧૭ ભાઈઓનું સિલેકશનમાં અંદાજીત ૨૨૩ જેટલા ખેલાડીઓ, અં-૧૯ ભાઈઓનું સિલેકશનમાં અંદાજીત ૨૧૩ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. અને અં-૧૭/૧૯ બહેનોનું સિલેકશનમાં અંદાજીત ૨૪૬ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. સમગ્ર ક્રિકેટ સિલેકશનનું આયોજન ડો.પ્રવિણાબેન પાંડાવદરા,જિલ્લા રમત ગમત અધિકારી, પોરબંદર, સંદીપભાઈ ચૌહાણ (ક્રિકેટ હેડ કોચ (ભાઈઓ),એસ,એ,જી. ગાંધીનગર) રીનાબા ઝાલા (ક્રિકેટ હેડ કોચ (બહેનો),એસ.એ.જી. ગાંધીનગર) મહિપાલસિંહ જેઠવા (ક્રિકેટ કોચ, એસ.એ.જી.. પોરબંદર) દ્વારા કરવામાં આવેલ હતું.
આ સ્પર્ધા સિલેકશન દરમિયાન કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા,માર્કેટિંગ યાર્ડના ચેરમેન લક્ષ્મણભાઈ ઓડેદરા,પૂર્વ કેબીનેટમંત્રી બાબુભાઈ બોખીરીયા,જિલ્લા યુવા વિકાસ અધિકારી પરબતભાઈ હાથલિયા,જિલ્લા રમત વિકાસ અધિકારી ડો.મનીષકુમાર જીલડીયા, પોરબંદર રલ ક્રિકેટ એસોસિએશન ના પ્રમુખ ચંદ્રેશભાઈ સામાણી, પોરબંદર રલ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી કિરીટભાઈ સવજાણી, અગ્રણી રમેશભાઈ ઓડેદરા તેમજ વિવિધ શાળાના વ્યાયામ શિક્ષકો, કોચો,મેનજરઓ,વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાંથી પસંદગી પામેલ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાર્કેટીંગ યાર્ડ ખાતે વાહનોમાં રીફલેકટીવ લગાડાઇ
April 25, 2025 04:51 PMનરસંગ ટેકરી વિસ્તારમાં યુવાને ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત
April 25, 2025 04:50 PMપોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી ધમધમી
April 25, 2025 04:48 PMજામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી પોતાનાજ વોર્ડ માં 'જનતાની સેવા માટે, જનતાના દરવાજે પહોંચ્યા
April 25, 2025 04:47 PMઆતંકવાદીઓ સમાજના ભાગલા પાડવા માંગે છે, શ્રીનગરમાં રાહુલ ગાંધી હુમલાના પીડિતને મળ્યા
April 25, 2025 04:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech