રાજકોટમાં બુટલેગર બેફામ બન્યા હોય તેમ ગઈકાલ રાત્રિના ક્રાઈમ બ્રાન્ચની ટીમ ભાવનગર રોડ પર ઠેબચડા પાસે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એક શંકાસ્પદ બલેનો કારને અટકાવવાની કોશિશ કરતા કારચાલક કાર હંકારી નાશી ગયો હતો. બાદમાં આ કારચાલકે આગળથી રહેલા એક બાઇક ચાલકને હડફેટે લીધો હતો. ત્યારબાદ બલેનો રેઢી મૂકી બુટલેગર નાસી ગયો હતો. પોલીસે બલેનોમાં તપાસ કરતા તેમાંથી ૧૩૨ બોટલ દાનો જથ્થો મળ્યો હતો. દાનો આ જથ્થો અને બલેનો સહિત કુલ ૪.૯૨ લાખના મુદ્દામાલ પોલીસે કબજે કર્યેા હતો. બીજી તરફ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઇ વી.ડી.ડોડીયા તથા તેમની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ અમિતભાઈ અગ્રાવતને એવી વાતની મળી હતી કે, ભાવનગર રોડ ઠેબચડા પાસે એક સફેદ કલરની બલેનો કાર નંબર જીજે ૧૩ સીએ ૧૯૬ માં દાના જથ્થાની હેરફેર થઈ રહી છે. જેથી પોલીસે અહીં વોચ ગોઠવી હતી. દરમિયાન આ શંકાસ્પદ કાર અહીંથી પસાર થતા પોલીસે તેને અટકાવવાની કોશિશ કરી હતી. પરંતુ કાર ચાલકે લીવર મારી અહીંથી કાર ભગાવી મૂકી હતી. બાદમાં આ કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર ચલાવી અહીં થોડે દુર જ બાઈક ચાલક રમેશભાઈ મકવાણા (ઉ.વ ૧૯ રહે. ઠેબચડા)ને લીધો હતો. જેમાં બાઇક ચાલક યુવાનને ઇજા પહોંચતી હતી. બાદમાં આ શખસ અહીં બલેનો રેઢી મૂકી નાસી ગયો હતો.બનાવના પગલે અહીં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતાં. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ અહીં પહોંચી ગઈ હતી પોલીસે કારમાંથી પિયા ૫૨,૮૦૦ ની કિંમતનો ૧૩૨ બોટલ દા અને કાર સહિત કુલ પિયા ૪.૫૨ લાખનો મુદ્દામાલ કબજે કરી કાર રેઢી મૂકીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે
પીસીબીએ બે દરોડામાં ૧૦૨ બોટલ દારૂ સાથે બેને દબોચ્યા
પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ખોડીયારનગર શેરી નંબર ૨૫ મોમાઈ ડેરી પાસે રહેતા જગદીશ ભુપતભાઈ ભોજક (ઉ.વ ૨૩) ના મકાનમાં દરોડો પાડી અહીંથી . ૩૩,૬૬૦ ની કિંમત નો ૬૦ બોટલ દા ઝડપી લીધો હતો. યારે ૧૫૦ ફટ રીંગ રોડ ફોચ્ર્યુન હોટલ સામે આંબેડકરનગર શેરી નંબર ૧૪ માં રહેતા હિતેશ ઉર્ફે બેરો છગનભાઈ સોલંકી (ઉ.વ ૨૨) ના મકાનમાંથી પોલીસે પિયા ૪૨૦૦ ની કિંમતનો ૪૨ બોટલ દા ઝડપી લીધો હતો. યારે થોરાળા પોલીસ મથકના સ્ટાફે ખોડીયારપરા શેરી નંબર ૨૭ અલ્પેશ ડેરી વાળી શેરીના ખૂણેથી જુપીટરમાંથી દાની આઠ બોટલ ઝડપી લીધી હતી. યારે જયુપીટર ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMIND vs PAK: વ્યુઅરશિપનો તૂટ્યો રેકોર્ડ, ભારત-પાકિસ્તાન મેચ માટે JioHotstar પર જોડાયા આટલા કરોડ ચાહકો
February 24, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech