રાજકોટ સૌ.યુની.મા સ્નાતક કોર્ષના સેમ–૬ ના પરિણામો જાહેર થઈ ગયા છે પરંતુ અનેક વિધાર્થીઓ સેમ.૫ અને સેમ.૬ મા એક બે વિષયોમા નાપાસ થયા હોય તો તેઓને આવતા વર્ષે લેવાનાર જે તે સેમ.ની રેગ્યુલર પરીક્ષાઓના સમય સુધી રાહ જોવી પડતી હોય છે જેને લીધે તેઓનુ આખુ વર્ષ બગડતુ હોય છે. અનેક વિધાર્થીઓની રજુઆતો અને ફરિયાદો અમારા ધ્યાને આવ્યા મુજબ જે વિધાર્થીઓને સેમ ૧ થી ૫ સુધી કયારેય ફસ્ર્ટકલાસથી નીચે માકર્સ નથી આવ્યા તે પેપર ચેક કરનારાઓની વેઠને કારણે નાપાસ થયા હોય તેવુ સામે આવે છે તો અમુક કિસ્સામાં કોઇ વિધાર્થીઓને મેડિકલી પ્રોબ્લેમ તો પરિવારજનનુ મરણ જેવી અનેક મજબૂરીજનક યોગ્ય બાબતોને લઇ તેઓ આ પરીક્ષામાના પાસ થતાં હોય છે. બધા વિધાર્થીઓને આવા યોગ્ય કારણો ના હોય તે સ્વાભાવિક છે ભૂતકાળથી વિધાર્થીઓની ફરિયાદો ઉઠતી આવે છે છે કે પેપરો ચેક કરનાર વેઠ ઉતારે છે જેમાં હજારો વિધાર્થીઓ ખુબ હેરાનગતિ અનુભવે છે. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સેમ.૫–૬ના વિધાર્થીઓ માટે સ્પેશિયલ સમ્પ્િલમેન્ટ્રી પરીક્ષાનુ આયોજન છેલ્લ ા ૮ વર્ષથી કરી રહી હતી પરંતુ આ વર્ષે હજુ આ પરીક્ષા ના યોજાતાં વિધાર્થીઓમાં કચવાટ ઉભો થયો છે કે ખાનગી યુનિવર્સિટોમા કોઇ પણ સેમસ્ટારોના પરિણામો જાહેર થયાના ૧૫ દિવસમા સપ્લીમેન્ટ્રી પરીક્ષાઓ યોજે છે તો સૌ.યુનિ.ના વિધાર્થીઓ પર અન્યાય શા માટે?. રાય સરકાર પણ જો ધો.૧૨ની પૂરક પરીક્ષાઓ યોજી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના સતાધિસોએ વિધાર્થીલક્ષી સવેંદના દર્શાવીને છેલ્લ ા ૮ વર્ષથી લેવાનાર સેમ ૫–૬ ની સ્પેશ્યલ સપ્લીમેન્ટ્રી પરીક્ષાઓ આ વર્ષે પણ તાકીદે યોજી પરિણામો જાહેર કરે જેથી હજારો વિધાર્થીઓ પોતે ગ્રેયુએટ પૂર્ણ કર્યા બાદ ખાનગી–સરકારી નોકરીઓ માટે ઉમેદવારી નોંધાવીને તેઓના પરિવારને આર્થિક રીતે મદદપ બની શકે.
વધુમા કોંગ્રેસના પ્રવકતા રોહિતસિંહ રાજપુતે રજુઆતમા જણાવ્યુ હતુ કે અમને અનેક વિધાર્થીઓની રજુઆતો આવી છે કે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમા સ્નાતક કોર્ષમા ૨૦૧૬ પહેલા પ્રવેશ મેળવેલ વિધાર્થીઓને રેમિડિયલ પરીક્ષાઓ યુજીસીના નિયમો મુજબ લેવાતી નથી પરંતુ અનેક વિધાર્થીઓને એક વિષય પાછળ સમગ્ર ગ્રેયુએશન ફરી કરવા મજબૂર થયા છે ત્યારે સતાધિસો આ બાબતે પોતાના હાથમાં રહેલ સતાની રૂએે વિધાર્થીલક્ષી બાબતે ઉપયોગ કરી આ તમામ વિધાર્થીઓની કારકિર્દી અંગે સકાત્મારક નિર્ણય લઇને એક અંતિમ તક આપવામા આવે તેવી વિધાથીઓની માંગ છે.રોહિતસિંહ રાજપૂતે અંતમા જણાવ્યું હતુ કે અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો વિધાર્થીઓને સાથે ઉગ્ર આંદોલન છેડવામા આવશે જેની નોંધ લેશો તેવી ચીમ્મકી ઉચ્ચારી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકા: વિમાન-હેલિકોપ્ટર દુર્ઘટનામાં તમામ 67 લોકોના મોત, પ્લેનના ત્રણ ટુકડા થઈને નદીમાં પડ્યું
January 30, 2025 11:54 PMપ્રયાગરાજ: આજે 1.95 કરોડ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં કર્યું સ્નાન
January 30, 2025 11:53 PMસંસદમાં ગૂંજશે મહાકુંભ ભાગદોડ મુદ્દોઃ વકફ સુધારા બિલ સહિત આ 16 બિલ રજૂ થઈ શકે છે બજેટ સત્રમાં
January 30, 2025 11:52 PMસ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ ભાજપના કેટલાક ઉમેદવારોને નામ જાહેર થાય તે પહેલા જ ફોર્મ ભરવા સૂચના
January 30, 2025 11:50 PMરાજ્ય સરકારનું ઓપરેશન ગંગાજળ યથાવત: ત્રણ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશ
January 30, 2025 11:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech