ઇન્કમટેકસની કલમ 43બી (એચ): કરદાતા અને માલ વેચનાર બન્ને ટ્રેડર હોય તો ?

  • February 12, 2024 02:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવકવેરાની કલમ 43બી (એચ) શું છે ? આવકવેરાના કાયદાની નવી કલમ 43બી (એચ) મુજબ કરદાતાએ માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ પાસેથી ખરીદ કરેલ ખરીદીઓ તથા ખચર્ઓિ પેટે થતી ચૂકવણી માટેના નિયમો આવકવેરા કાયદામાં આવરી લીધા છે. આ માટે નવી કલમ 43બી (એચ) ઉમેરવામાં આવેલ છે. આ કલમ મુજબ કરદાતાએ કરેલ ખરીદીઓ તથા લીધેલ સેવાઓ આપ્નાર વ્યક્તિ (સપ્લાયર), જો એમએસએમઇડી એકટ 2006 હેઠળ રજિસ્ટર્ડ હોય અને માઇક્રો તથા સ્મોલ કેટેગરીના યુનિટ હોય તો તેના માટે લાગુ પડશે.

આ કલમ કયારથી અમલમાં આવશે?

આ 43બીનો નવો નિયમ તારીખ 01-04-2024થી અમલ બનેલ છે, એટલે કે હિસાબી વર્ષ 2023-24ના વ્યવહારોને આ કાયદો લાગુ પડશે.
શું આ કલમ ફકત ઓડિટવાળા કરદાતા લાગુ પડશે ? આ કલમ દરેક કરદાતાને લાગુ પડશે ઓડિટેબલ કે નોન-ઓડિટેબલ એમ બંને કરદાતાને લાગુ પડશે. આ કલમ
ટ્રેડર પાસેથી માલ ખરીદ કરવામાં આવે તો લાગુ પડશે ?

ટ્રેડર એમએસએમઇ હેઠળ રજિસ્ટ્રોશન ધરાવતો હોય તેવા ટ્રેડર (વેપારી) પાસેથી માલ ખરીદ કરવામાં આવેલ હોય, તેવી પરિસ્થિતિમાં 43બી (એચ) જોગવાઇ લાગુ પડતી નથી. આવી સ્પષ્ટતા એમએસએમઇ કચેરી દ્વારા તા.1-9-2021ના ઓફિસ મેમોરેન્ડમમાં કરવામાં આવેલ છે.

શું માલ આપ્નાર એકમ એમએસએમઇડી એકટ હેઠળ રજિસ્ટર હોવો જરી છે ? હા, માલ વેચનાર એકમ એમએસએમઇડી એકટ હેઠળ રજિસ્ટર હોવો જરી છે. તેન માટે તમારે માલ વેચનાર એકમનું ઉદ્યમ નોંધી પ્રમાણપત્ર (ઉદ્યમ રજિ. સર્ટિફિકેટ) મગાવવું જોઇએ જેમાં તમારે જોવું જોઇએ કે તમારા સપ્લાયર સૂક્ષ્મ (માઇક્રો) અને લઘુ (સ્મોલ) ઉદ્યોગની શ્રેણીમાં છે કે નહીં, જો વેચનાર સુક્ષ્મ અને લઘુ શ્રેણીમાં આવતો હોય તો તમારે તેને કલમ 15 મુજબ સમયસર ચુકવણું કરવાનું રહે છે.
જો માલ વેચનાર ઉદ્યમ નોંધણી પ્રમાણપત્ર ન આપે તો તેવા કિસ્સામાં કઇ રીતે ખબર પડશે કે માલ વેચનાર રજિસ્ટર છે કે નહીં ? જો માલ વેચનાર તમને ઉદ્યમ નોંધણી પ્રમાણપત્ર ન આપે તો તમારે તેના વેચાણ બિલમાં ઉદ્યોગ નોંધણી નંબર દશર્વિેલો છે કે નહીં તે તપાસ કરવી જોઇએ. જો તેણે તેના વેચાણ બીલમાં ઉદ્યમ નોંધણી નંબર દશર્વિેલો હોય તો તમારે તેને કલમ 15 મુજબ સમયસર ચૂકવણું કરવાનું રહે છે જે ધ્યાન રાખવું જોઇએ.

એમએમએમઇડી એકટની કલમ 15 એટલે શું ?
કલમ 15 મુજબ જો ખરીદનાર અને વેચનાર વચ્ચે કરાર હોય તો તે કરાર મુજબ ખરીદનારે ચૂકવણું કરવાનું રહેશે પરંતુ આ કરારમાં 45 દિવસથી વધુની મુદત રહી શકશે નહીં. જો ખરીદનાર અને વેચનાર વચ્ચે કરાર ન હોય તો વેચનારને ચુકવણું 15 દિવસની અંદર કરવાનું રહેશે. જો પેમેન્ટ 45 દિવસ પછી કરવામાં આવે તો કઇ જવાબદારી ઉભી થશે? માઇક્રો અને સ્મોલ યુનિટને આપવાનું થતું પેમેન્ટ મહત્તમ 45 દિવસમાં ચૂકવવાનું રહેશે. અને માઇક્રો અને સ્મોલ યુનિટને આપવાનું થતું પેમેન્ટ મહત્તમ 45 દિવસમાં ચૂકવવાનું રહેશે અને જો આ પેમેન્ટ નિયત સમય મયર્દિામાં નહીં ચુકવાય અને જો નાણાકીય વર્ષ પૂર્ણ થઇ ગયું હશે તો એવું પેમેન્ટ ઇન્કમટેકસ ખર્ચ તરીકે જે તે વર્ષમાં બાદ નહીં આપે અને જે વર્ષમાં પેમેન્ટ થશે તે વર્ષમાં બાદ મળશે તેમજ તેના ઉ5ર ઇન્ટરેસ્ટ (વ્યાજ) ચુકવવું પડશે. નાણાકીય વર્ષ 2023-24 માટે તા.15-4-2024ની ડેડલાઇન રાખવી પડશે એટલે કે 31-3-2024ના રોજ 15-2-2024 સુધીના માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝના પેમેન્ટ બાકી ના રહેવા જોઇએ અને રહેશે તો આવી રકમ ઇન્કમટેકસમાં ખર્ચ તરીકે બાદ નહીં મળે અને તે રકમનો ઇન્કમટેકસ ચૂકવવો પડશે અને જે વર્ષમાં પેમેન્ટ થશે તે વર્ષમાં આ રકમ બાદ મળશે.
મોડા પેમેન્ટ માટે ઇન્ટરેસ્ટ કેટલા ટકા ચૂકવવાનું રહેશે ? એમએસએમઇડી એકટની કલમ 16 મુજબ, માઇક્રો અને સ્મોલને પેમેન્ટ 45 દિવસ બાદ કરવામાં આવશે તો તેના ઉપર રિઝર્વ બેન્ક દ્વારા ડિકલેર કરવામાં આવેલ બેન્ક રોટનું ત્રણ ગણા દરે વ્યાજ ચૂકવવું પડશે અને આવું વ્યાજ ઇન્કમટેકસમાં ખર્ચ તરીકે બાદ નહીં મળે. દા.ત. રિઝર્વ બેન્કનો રેટ 6 ટકા હશે તો 6*3%=18% વ્યાજ ચૂકવવાનું રહેશે.

જો કરારમાં પેમેન્ટ 45 દિવસથી વધારે દિવસનો હોય તો માન્ય ગણાશે ?
જો કરારમાં પેમેન્ટ 45 દિવસથી વધારે હશે તો પણ પેમેન્ટ 45 દિવસ સુધીમાં થઇ જવું જોઇએ આ કાયદો કયાં માલ વેચનાર (કેટેગરી ઓફ ક્રેડિટર)ને લાગુ પડશે? આ નિયમ દરેક ટાઇપ્ના ક્રેડીટર-સપ્લાયર્સ માટે લાગુ પડે છે. જેમકે ક્રેડીટ ફોર રો-મટિરિયલ્સ, પેકીંગ, સ્પેર્સ, ફિકસ એસેટસ, સર્વિસ, ક્ધસ્ટ્રકશન વિગેરે.
જો કોઇ લેખિત કરાર કે બિલમાં પેમેન્ટનો સમયગાળોના લખેલ હોય તો કેટલા દિવસમાં પેમેન્ટ કરવું જોઇએ ? તા.1-4-2023થી કોઇપણ સપ્લાયરની સાથે પેમેન્ટ ક્રેડીટ પીરિયડ 45 દિવસથી વધુ રાખવો નહીં અને 45 દિવસ માટે લેખિત કરાર કરી લેવો.જો પેમેન્ટ/ક્રેડીટ માટે લેખીત કરાર ન હોય તા ફરજિયાત 15 દિવસમાં પેમેન્ટ કરવાનું રહેશે.

હિસાબના ચોપડાઓમાં કઇ રીતે માલ વેચનાર (ક્રેડિટર)ની નોંધ રાખવી ? દરેક ક્રેડિટરનું એમએસએમઇ પ્રમાણપત્ર લેવું અને તેનું અપડેટ સ્ટોકસ રાખો એટલે કે નાના, સૂક્ષ્મ, મધ્યમ કઇ શ્રેણીમાં છે.

તા.1-4-2023થી હિસાબના ચોપડાઓમાં દરેક સપ્લાયરનું એમએસએમઇના નિયમ મુજબ વિભાજન ફરજિયાત કરવાનું રહેશે. બેલેન્સશીટમાં બધા ક્રેડિટરનું એમએસએમઇ ક્રેડિટર/નોના એમએસએમઇ ક્રેડીટર એમ અલગ બાયફરકેશન કરવું.


જો કરદાતા અને માલ વેચનાર બન્ને ટ્રેડર હોય તો શું કલમ 43બી (એચ) લાગુ પડશે ?

કરદાતા અને માલ વેચનાર બન્ને એમએસએમઇમાં રજિસ્ટર છે તો આ કાયદો કોને અને કેવી રીતે લાગુ પડશે તે નીચેના કોષ્ટકમાં દશર્વિેલ છે.
કરદાતા    માલ વેચનાર (ક્રેડીટર)    43બી (એચ)
       
ટ્રેડર                              ટ્રેડર                              ના
ઉત્પાદક/સેવા આપ્નાર    ટ્રેડર                              ના
ઉત્પાદક/સેવા આપ્નાર    ઉત્પાદક સેવા આપ્નાર    હા
ટ્રેડર                              ઉત્પાદક/સેવા આપ્નાર    હા




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News