દિલ્હીમાં આગામી છ દિવસ માટે કલમ 163 લાગુ, સરહદો પર વધી સતર્કતા; જાણો કઈ વસ્તુઓ પર પ્રતિબંધ

  • September 30, 2024 10:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હી પોલીસે રાજધાનીના ઘણા વિસ્તારોમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 163 લાગુ કરી છે. આ આગામી છ દિવસ એટલે કે 30 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી લાગુ રહેશે. આ સમયગાળા દરમિયાન પાંચ કે તેથી વધુ અનધિકૃત વ્યક્તિઓને એકસાથે ભેગા થવા, ફાયર-હથિયારો, બેનરો, પ્લેકાર્ડ, લાકડીઓ, ભાલા, તલવારો સાથે રાખવા અને કોઈપણ જાહેર વિસ્તારમાં ધરણા કરવા વગેરે પર પ્રતિબંધ રહેશે.


રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 163 લાગુ કરાઈ. આગામી છ દિવસ એટલે કે 30 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી લાગુ રહેશે. નવી દિલ્હી, મધ્ય દિલ્હી અને ઉત્તર દિલ્હી સિવાય દિલ્હીની તમામ સરહદો પર કલમ ​​163 લાગુ કરવામાં આવી.


નોટિસ જાહેર કરતા દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ કહ્યું કે ઘણા સંગઠનોએ ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં દિલ્હી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાની આહ્વાન કર્યું છે. વકફ એમેન્ડમેન્ટ બિલ (સૂચિત), શાહી ઇદગાહ મુદ્દો, MCD સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી જેવા મુદ્દાઓને કારણે દિલ્હીમાં સામાન્ય વાતાવરણ કાયદો અને વ્યવસ્થાના દૃષ્ટિકોણથી સંવેદનશીલ છે. આ સાથે DUSU ચૂંટણીના પરિણામોની જાહેરાત પણ બાકી છે.


બોર્ડર પર લોકો અને વાહનોનું સતત ચેકિંગ

આવી સ્થિતિમાં દિલ્હી પોલીસ કમિશનરે આપેલા વિસ્તારમાં કલમ 163 લાગુ કરવાનો આદેશ આપ્યો છે. નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના કારણે નવી દિલ્હી અને મધ્ય જિલ્લામાં VVIP વ્યક્તિઓની ભારે અવરજવર રહેશે. તેમજ જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. આ કારણોસર દિલ્હીની સરહદો દ્વારા લોકો અને વાહનોની અવરજવર સતત તપાસવાની જરૂર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application