India GDP: બીજા ક્વાર્ટરના જીડીપીના આંકડાએ કર્યા નિરાશ, ઘટીને 5.4 ટકા થયો આર્થિક વિકાસ દર 

  • November 29, 2024 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાણાકીય વર્ષ 2024-25ના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર 2024)માં ભારતનો આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા પર આવી ગયો છે. મંત્રાલય દ્વારા આ જીડીપી ડેટા જાહેર કરવામાં આવ્યો છે.


નાણાકીય વર્ષ 2024-25ના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર 2024)માં ભારતનો આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા પર આવી ગયો છે. આંકડા અને અમલીકરણ મંત્રાલય દ્વારા આ જીડીપી ડેટા જાહેર કરવામાં આવ્યો છે. જો આપણે ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટરમાં તે 8.1 ટકા હતો. આ સંદર્ભમાં, આ વર્ષના બીજા ક્વાર્ટરમાં 5.4 ટકાના આર્થિક વિકાસ દરે નિરાશ કર્યા છે.


મોંઘવારી દરમાં વધારાને કારણે જીડીપીને થઈ અસર
છૂટક ખાદ્ય ફુગાવામાં વધારો અને કોર્પોરેટ પરિણામોમાં ઘટાડાને કારણે જીડીપી ડેટા અપેક્ષા મુજબ રહ્યો નથી. રિઝર્વ બેંકે પણ વૃદ્ધિનો અંદાજ ધીમો કર્યો હતો અને તેની પાછળનું મુખ્ય કારણ મોંઘવારી દરમાં વધારો છે.


નાણાકીય વર્ષ 2025 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDP દર કેટલો હતો?
નાણાકીય વર્ષ 2024-25માં એપ્રિલથી જૂનના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપીનો દર 6.7 ટકા હતો, જે છેલ્લા પાંચ ત્રિમાસિક ગાળામાં સૌથી ઓછો જીડીપીનો આંકડો હતો. 9 ઓક્ટોબરે છેલ્લી મોનેટરી કમિટીની મીટિંગની MPCની ઘોષણાઓમાં, RBIએ નાણાકીય વર્ષ 25 માટે ભારતની વાસ્તવિક GDP વૃદ્ધિ 7.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application