દ્વિતીય ચરણનું મતદાન શરૂ: રાહુલ સહિત 1202 ઉમેદવારો

  • April 26, 2024 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે શરુ થયું છે. 12 રાજ્યની 88 અને કેન્દ્રશાસિત પ્રદેશ સહિત કુલ 88 બેઠક પર મતદાન થશે. બીજા તબક્કામાં કુલ 1 હજાર 198 ઉમેદવારો મેદાનમાં છે જેમાં રાહુલ ગાંધી, હેમા માલિની સહિતના નેતાઓનું ભાવી ઈવિએમમાં કેદ થશે. બીજા તબક્કામાં 5 કેન્દ્રીય મંત્રી, 2 પૂર્વ મુખ્યમંત્રી અને 3 અભિનેતા મેદાને છે. વાયનાડથી ભાજપનાં સુરેન્દ્રની સામે રાહુલ ગાંધી મેદાને છે. જ્યારે તિરૂવનંતપુરથી રાજીવ ચંદ્રશંખરની સામે શશિથરૂર મેદાને છે. જ્યારે રાજસ્થાનનાં કોટાથી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પામે પ્રહલાદ ગુંજલ મેદાને છે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની સામે કરણસિંહ ઉચિયારડા મેદાને છે. ઉત્તર પ્રદેશનાં મેરઠથી પહેલી વખત ચૂંટણી લડનારા રામાયણનાં રામ અરુણ ગોવિલ મેદાને છે. જ્યારે મથુરાથી અભિનેત્રી હેમા માલિની મેદાને છે.

આજે કેરળની તમામ 20 સીટ પર, કણર્ટિકની 28 સીટોમાંથી 14 સીટ પર, રાજસ્થાનમાં 13 સીટ પર, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં 8-8 સીટ પર, મધ્યપ્રદેશની 7 સીટ પર, આસામ અને બિહારમાં 5-5 સીટ પર મતદાન થશે, જયારે છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં 3-3 બેઠકો પર અને મણિપુર, ત્રિપુરા અને જમ્મુ-કાશ્મીરમાં 1-1 બેઠક પર મતદાન થશે. જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થયું હતું, જેમાં લગભગ 65.5 ટકા મતદાન થયું હતું.

ચૂંટણી પંચ દ્વારા અગાઉ જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર બીજા તબક્કામાં કુલ 89 બેઠકો પર મતદાન થવાનું હતું, પરંતુ મધ્યપ્રદેશની બેતુલ બેઠક પર બસપા ઉમેદવારના મૃત્યુ બાદ અહીં ચૂંટણી ત્રીજા તબક્કામાં ખસેડવામાં આવી હતી. જેના કારણે હવે બીજા તબક્કામાં કુલ 88 બેઠકો પર મતદાન થશે.

ભારતીય હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કણર્ટિક અને ઉત્તર પ્રદેશમાં આગામી પાંચ દિવસ માટે હિટવેવની ચેતવણી આપી છે. આજે કુલ 1202 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. જેમાં 1098 પુરુષો અને102 મહિલા ઉમેદવારો સામેલ છે. ચૂંટણી અને સુરક્ષા કર્મચારીઓને લાવવા લઇ જવા માટે ત્રણ હેલિકોપ્ટર, ચાર સ્પેશિયલ ટ્રેન અને અન્ય 80000 વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મતદારો માટે સુવિધાઓ
88 સંસદીય મતવિસ્તારોમાં 85 વર્ષથી વધુ ઉંમરના 14.78 લાખ મતદારો, 100 વર્ષથી વધુ ઉંમરના 42,226 અને 14.7 લાખ અપંગ મતદારો નોંધાયેલા છે. તેમને તેમના ઘરેથી જ મતદાન કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. 88 સંસદીય મતવિસ્તારોમાં સ્થાનિક થીમ સાથે 4195 મોડલ મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે. 4100 થી વધુ મતદાન મથકોનું સંપૂર્ણ સંચાલન સુરક્ષા સ્ટાફ સહિત મહિલાઓ દ્વારા કરવામાં આવશે. જયારે લગભગ 640 મતદાન મથકોનું સંચાલન વિકલાંગ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application