આજે સાંજે હાઇકોર્ટ શાળા, કલાસીસ, હોસ્પિટલ અંગે ચૂકાદો આપશે: સંચાલકો પાસેથી એફીડેવીટ લઇને પણ થોડો સમયમાં ફાયરના સાધનો લઇ લેવા જણાવાશે: 6 દિવસ દરમિયાન 55 ટ્યુશન ક્લાસ 71 શાળાઓ 34 રેસ્ટોરન્ટ અને 22 હોસ્પિટલ સહિત 182 મિલકત સિલ
જામનગર મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં 18ર જેટલી મિલ્કતો સીલ કરી દેવામાં આવી છે, જેમાં સરકારી અને ખાનગી શાળાઓનો પણ સમાવેશ થશે, તા. 10 ના રોજ વિદ્યાર્થીઓનું વેકેશન ખુલતું હોય, વાલીઓ શું થશે ? તેની મુંઝવણમાં છે ત્યારે આજ સાંજ સુધીમાં હાઇકોર્ટના ચૂકાદા આવ્યા બાદ નિર્ણય લેવાઇ જશે, એવી વિગતો બહાર આવી છે કે શાળા કોલેજના સંચાલકો અને હોસ્પિટલના સંચાલકો પાસેથી સોગંદનામું લઇને તાત્કાલિક અસરથી થોડા દિવસનો ટાઇમ આપવામાં આવશે અને ફાયરના સાધનો લઇ લેવા જણાવાયું છે, આમ તા. 10 થી વેકેશન ખુલશે ત્યારે શાળાઓ શ થઇ જશે એવું વાતાવરણ અત્યારે ઉભું થયું છે.
જામનગર શહેરમાં બે દિવસમાં 30 જેટલી મિલ્કતો જપ્ત કરી દેવામાં આવી છે, શિક્ષણ સમિતિની કેટલીક શાળાઓમાં ફાયરની સગવડતા નથી, એવી વિગતો બહાર આવી છે કે 9 મીટરથી નીચેનું બિલ્ડીંગ હોય એવી શાળાઓને પ્રથમ તબક્કામાં શ કરી દેવા આદેશ આપવામાં આવશે, પરંતુ બીયુ સર્ટીફીકેટ અને ફાયરના સાધનો શાળાના સંચાલકો અને હોસ્પિટલોના સંચાલકોએ વસાવવા પડશે, મ્યુ. કમિશ્નર ડી.એન. મોદી, ડીએમસી ઝાલા, ફાયર બ્રિગેડના વડા કે.કે. બિશ્નોઇ, સીટી ઇજનેર ભાવેશ જાની સહિતના અધિકારીઓ સતત મીટીંગ કરી રહ્યા છે અને જેમ બને તેમ ઝડપથી શાળા અને હોસ્પિટલો ખુલ્લી જાય, બાળકો અને લોકોને તકલીફ ઓછી પડે તે માટે વિચારણા કરી રહ્યા છે.
રાજકોટ ગેમજોન દુર્ઘટનાના પગલે સમગ્ર રાજ્યભરમાં હોટલ રેસ્ટોરન્ટ- શાળા કોલેજ, ટ્યુશન કલાસ સહિતના સંકુલોમાં ફાયર એન.ઓ.સી. સહિતની ચકાસણી કરવામાં આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકા નું તંત્ર પણ દોડતું થયું છે, અને શહેરમાં જુદી જુદી આઠ ટીમો બનાવીને દોડતી કરાવાઈ છે, અને ફાયર એન.ઓ.સી. તેમજ બાંધકામની મંજૂરી વગેરેની ચકાસણી કરવામાં આવી રહી છે, ઉપરાંત હોટલ રેસ્ટોરન્ટને વગેરેને શીલ કરવામાં આવી રહ્યા છે, જે પૈકી ગઇકાલે વધુ 2 હોટલ સિલ કરાઈ છે. અને કુલ આંકડો 34 નો થયો છે.
તંત્ર દ્વારા શહેરની ખાનગી હોસ્પિટલોમાં ચેકિંગની કાર્યવાહી થઈ હતી. અને કેટલીક હોસ્પિટલમાં ફાયર એન.ઓ.સી.નો અભાવ જોવા મળ્યો હતો, જેના કારણે ગઈકાલ સુધી 22 હોસ્પિટલોને પાર્ટલી સીલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત શહેરની તમામ ખાનગી સ્કૂલોમાં આજે છઠ્ઠા દિવસે પણ સામુહિક રીતે ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે પૈકી 6 સ્ફુલોમાં ફાયર એનઓસી નો અભાવ જોવા મળ્યો હતો.અને સિલિંગ ની પ્રક્રિયા ચાલુ રખાઈ હતી અને વધુ 6 શાળાઓને સીલ કરી દેવામાં આવી છે.
શહેરમાં ચાલી રહેલા ટ્યુશન ક્લાસ કે જ્યાં પણ ફાયર એન.ઓ. સી. વગેરેની મંજૂરી લેવામાં આવી ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેથી આવા વધુ 5 ટ્યુશન ક્લાસ ને મહાનગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે. જે કાર્યવાહી અવીરત ચાલુ રખાઇ છે, છેલ્લા પાંચ દિવસ દરમિયાન શહેરની કુલ 71 સ્કૂલ,55 કલાસીસ, 34 હોટલ અને 22 હોસ્પિટલ સહિત કુલ 182 મિલકતો સિલ કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીના સીધા માર્ગદર્શન હેઠળની સિટી ઈજનેર ભાવેશ જાનીની રાહબરીમાં 6 દિવસથી સર્વેની કામગીરી કરવા કરવામાં આવી રહી છે, જેમાં ફાયર બ્રિગેડની ટીમ, એસ્ટેટ શાખાની ટીમ તેમજ ટીપીઓ બ્રાન્ચની ટુકડી સર્વે કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech